વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ ના કાર્યમાં સમર્પિત હતું એચ.વી. શેષાદ્રિનું જીવન: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં પ્રશાંત કુટીરમના સ્વર્ણ જયંતી સમારોહને સંબોધિત કર્યો - યોગને વૈશ્વિક ઓળખ, સ્પર્ધાત્મક રમત તરીકે પણ માન્યતા - આયુર્વેદ સંશોધન અને હર્બલ ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન બેંગલુરુ, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી
બેંગલુરુના જિગની સ્થિત પ્રશાંત કુટીરમમાં યોજાયેલા સ્વર્ણ જયંતી સમારોહમાં પ્રધાનમંત્રી મોદી


- પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં પ્રશાંત કુટીરમના સ્વર્ણ જયંતી સમારોહને સંબોધિત કર્યો - યોગને વૈશ્વિક ઓળખ, સ્પર્ધાત્મક રમત તરીકે પણ માન્યતા - આયુર્વેદ સંશોધન અને હર્બલ ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન

બેંગલુરુ, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પોતાની સંસ્કૃતિ, ઓળખ અને જ્ઞાન-વિજ્ઞાનને પૂરા આત્મવિશ્વાસ સાથે દુનિયા સામે રજૂ કરી રહ્યું છે. આનું જ પરિણામ છે કે, ભારતની પહેલ પર આજે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહી છે. યોગ ભારતીય આધ્યાત્મિક પરંપરાનું વૈશ્વિક પ્રતીક બની ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ શુક્રવારે બેંગલુરુના જિગની સ્થિત પ્રશાંત કુટીરમમાં યોજાયેલા સ્વર્ણ જયંતી સમારોહને સંબોધિત કરતા આ વાત કહી હતી.

પ્રધાનમંત્રીએ આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તા, વિચારક અને લેખક એચ.વી. શેષાદ્રિના જન્મશતાબ્દી વર્ષને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે શેષાદ્રિજીએ પોતાનું આખું જીવન વ્યક્તિ નિર્માણના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ ના મિશનને સમર્પિત કરી દીધું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે દેશ ગુલામીની બેડીઓમાં જકડાયેલો હતો, ત્યારે એક તરફ લાખો સ્વતંત્રતા સેનાનીઓ આઝાદીની લડાઈ લડી રહ્યા હતા, તો બીજી તરફ સ્વામી વિવેકાનંદ જેવા રાષ્ટ્રઋષિ ભારતની આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવામાં લાગેલા હતા. તેમણે યુવાનોને યોગનો માર્ગ બતાવીને દેશની આધ્યાત્મિક શક્તિને નવી દિશા આપી.

યોગને સ્પર્ધાત્મક રમત તરીકે મળી માન્યતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં યોગાસનને સ્પર્ધાત્મક રમત તરીકે પણ માન્યતા આપવામાં આવી છે. ખેલો ઇન્ડિયા અને રાષ્ટ્રીય રમતો જેવા આયોજનોમાં યોગાસનને સ્થાન આપવામાં આવ્યું છે. આનાથી યોગ સાથે જોડાયેલા લોકો માટે સ્પર્ધાત્મક રમતોમાં પોતાની પ્રતિભા બતાવવાની નવી તકો ખુલી છે. તેમણે આને યોગના વિસ્તારની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.

આયુર્વેદ સંશોધન અને નિકાસને પ્રોત્સાહન

પ્રધાનમંત્રીએ આયુર્વેદના ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકાર આયુર્વેદ આધારિત સંશોધન અને પેટન્ટને પ્રોત્સાહિત કરી રહી છે. આના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે અને ભારતમાંથી આયુષ તથા હર્બલ ઉત્પાદનોની નિકાસ સતત વધી રહી છે. તેમણે પરંપરાગત ચિકિત્સા જ્ઞાનને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા આગળ વધારવાની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો.

એચ.વી. શેષાદ્રિના છ પુસ્તકોના અંગ્રેજી અનુવાદનું વિમોચન

સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીએ એચ.વી. શેષાદ્રિના છ પુસ્તકોના અંગ્રેજી અનુવાદનું વિમોચન કર્યું. સાહિત્ય સંગમ પ્રકાશન તરફથી પ્રકાશિત આ પુસ્તકોના માધ્યમથી શેષાદ્રિના સાહિત્યિક યોગદાન, વિચારો અને વૈચારિક ચિંતનને અંગ્રેજી ભાષી વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાંચ દાયકાથી યોગ, શિક્ષણ અને સંશોધનને સમર્પિત પ્રશાંત કુટીરમ

વર્ષ 1975માં સ્થાપિત પ્રશાંત કુટીરમે છેલ્લા પાંચ દાયકામાં યોગને માત્ર શારીરિક વ્યાયામ સુધી સીમિત ન રાખતા શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડવાનું કામ કર્યું છે. સંસ્થાનનો ઉદ્દેશ્ય આધુનિક વિજ્ઞાન અને ભારતની આધ્યાત્મિક જ્ઞાન પરંપરા વચ્ચે સેતુ સ્થાપિત કરવાનો છે.

પ્રશાંત કુટીરમ, સ્વામી વિવેકાનંદ યોગ સંશોધન સંસ્થાન (એસ-વ્યાસ)નું પ્રમુખ રહેણાંક કેન્દ્ર છે. યોગ શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન અને સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓના ક્ષેત્રમાં સંસ્થાને દેશ-વિદેશમાં પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. એસ-વ્યાસને વર્ષ 2002માં ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો.

સંસ્થા પ્રાચીન યોગ જ્ઞાનને આધુનિક શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડીને સમાજના વ્યાપક હિતમાં આગળ વધારવાના ઉદ્દેશ્યથી કાર્ય કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ એમ.બી. / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande