
ગાંધીનગર, 13 નવેમ્બર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સહર્ષ અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો અતૂટ પરિશ્રમ, દૂરદર્શી નેતૃત્વ અને રાષ્ટ્રસેવા પ્રત્યેની નિષ્ઠા આપણા સૌ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણનો તેમનો દ્રઢ સંકલ્પ દેશના જન-જનમાં રાષ્ટ્ર પ્રથમની ભાવનાને વધુ પ્રબળ બનાવી રહ્યો છે.
રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનીને પ્રાકૃતિક કૃષિ, ઔદ્યોગિક પ્રગતિ અને જનકલ્યાણના ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ