ભાજપ ભાવનગર પશ્ચિમ વિધાનસભા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ભાવનગર,16 નવેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી ભાવનગર પશ્ચિમ વિધાનસભા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી સંગઠનન
ભાજપ દ્વારા કાર્યકમ યોજાયો


ભાવનગર,16 નવેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી ભાવનગર પશ્ચિમ વિધાનસભા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી સંગઠનના સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ, એકતા અને સંગઠનભાવના વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, મેયર, પૂર્વ શહેર પ્રમુખો, બનાસકાંઠા જિલ્લાના પ્રભારી ધવલ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત શહેરના મહામંત્રીઓ, સંગઠન અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, વિવિધ વોર્ડના પ્રમુખો અને મહામંત્રીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સ્નેહમિલન કાર્યક્રમમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના વિવિધ મંડળો અને વોર્ડના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સંગઠનની કામગીરી, પક્ષના વિચારો અને જનસેવાના સંકલ્પને વધુ વેગવંતો બનાવવાની ભાવના વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમ માત્ર સ્નેહમિલન પૂરતો સીમિત ન રહેતાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓ વચ્ચે સંવાદ વધારવા અને આગામી સમયમાં જનસેવાની કામગીરીને વધુ અસરકારક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande