સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારના હસ્તે 'ચંદન કારસેવા'નો પ્રારંભ: કાર્તિકી પૂર્ણિમાએ યોજાશે બ્રહ્માજીની રથયાત્રા અને દિવ્ય તુલસી વિવાહ
સોમનાથ,16 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે હજારો વર્ષ જૂની શાસ્ત્રોક્ત પરંપરાઓનું પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં વર્ણવ્યા અનુસાર પ્ર
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારના હસ્તે


સોમનાથ,16 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે હજારો વર્ષ જૂની શાસ્ત્રોક્ત પરંપરાઓનું પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં વર્ણવ્યા અનુસાર પ્રભાસ તીર્થમાં યોજાનારી બ્રહ્માજીની વિશેષ નગરયાત્રા માટે આજરોજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર સાહેબ દ્વારા પૂજન કરી બ્રહ્માજીની મૂર્તિ નિર્માણ અર્થે 'ચંદન કારસેવા'નો ભક્તિભાવપૂર્વક શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

આ પરંપરાના ભાગરૂપે 17 અને 18 નવેમ્બરના રોજ પ્રભાસ તીર્થના વિવિધ સમાજોના પ્રતિનિધિઓ અને ભક્તો સામૂહિક ચંદન ઘસવાની કારસેવામાં જોડાઈને સમર્પણનો અનોખો સંદેશ આપશે. આ પવિત્ર ચંદનમાંથી નિર્માણ પામનાર બ્રહ્માજીની મૂર્તિનાં દર્શન 23 નવેમ્બરે સોમનાથ મંદિરના સંકીર્તન ભવન ખાતે રાખવામાં આવ્યા છે.

આ સાથે જ સામાજિક સમરસતાના પ્રતીક સમાન પાંચ દિવસીય 'દિવ્ય તુલસી વિવાહ મહોત્સવ'નું 20 થી 24 નવેમ્બર દરમિયાન ગોલોકધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 24 નવેમ્બર, કાર્તિકી પૂર્ણિમાના રોજ સવારે 10 વાગ્યે બ્રહ્માજીની ભવ્ય નગરયાત્રા નીકળશે અને સાંજે સ્વયં બ્રહ્માજીના આચાર્યત્વમાં ભગવાન વિષ્ણુ અને વૃંદાદેવીના દિવ્ય લગ્ન સંપન્ન થશે.

સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં ભગવાન વિષ્ણુના વિવાહ અને બ્રહ્માજીની ઉપસ્થિતિથી રચાતો આ અદ્ભુત 'ત્રિદેવ સંગમ' ભક્તો માટે અલૌકિક લહાવો બની રહેશે. દેશભરના શ્રદ્ધાળુઓ અને ધર્મપ્રેમી જનતાને આ ઐતિહાસિક અને દિવ્ય મહોત્સવમાં પધારી દર્શન તથા ભોજન પ્રસાદનો લાભ લેવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande