બિલખા લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની 227 મી જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી
જૂનાગઢ,16 નવેમ્બર (હિ.સ.) બિલખા સમસ્ત લોહાણા સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 227 મી જન્મજયંતીની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે સવારે જલારામ બાપાની વિશેષ પૂજા-અર્ચના, તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માન
બિલખા લોહાણા સમાજ દ્વારા


જૂનાગઢ,16 નવેમ્બર (હિ.સ.) બિલખા સમસ્ત લોહાણા સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 227 મી જન્મજયંતીની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

આ પાવન અવસરે સવારે જલારામ બાપાની વિશેષ પૂજા-અર્ચના, તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા સાંજે મહાઆરતી તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બપોરે સમસ્ત સમાજ માટે મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું.

સમગ્ર દિવસ દરમિયાન જય જલારામ ના નાદ સાથે બિલખાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અને જય જલારામ બાપા ના નારા સાથે ભક્તજનોમાં એક અનેેરો આનંદ જોવા મળી રહ્યો હતો જ્યારે આજનો દિવસ એક ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું હતતુ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બિલખા લોહાણા સમાજના હોદ્દેદારો અને યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande