રાધનપુર પંથકમાં 21 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ : અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના એક ગામની સીમમાં 21 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સાંતલપુર તાલુકામાં રહેતા નવીન કાંતી ઠાકોર સામે પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, આરોપીએ
રાધનપુર પંથકમાં 21 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી, અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના એક ગામની સીમમાં 21 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સાંતલપુર તાલુકામાં રહેતા નવીન કાંતી ઠાકોર સામે પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, આરોપીએ 15 ફેબ્રુઆરીથી 15 સપ્ટેમ્બર 2025 દરમિયાન પરિણીતાને બાઇક પર બેસાડીને બિસ્મીલાગંજ નજીક સીમમાં આવેલી ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીએ પરિણીતાના અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા અને તે ફોટા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પરિણીતાના પતિ અને પુત્રીને મારી નાખવાની ધમકી આપીને તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મામલે પરિણીતાએ 15 નવેમ્બર 2025ના રોજ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.એસ.આઈ. પરબત વિરાભાઈએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1), 351(3) અને 78(2) હેઠળ નવીન કાંતી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ પી.એસ.આઈ. એચ.વી. ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande