પોરબંદરમા શિયાળામાં કેસર કેરીની આવક
પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં જોવા મળતી કેસર કેરીની મીઠી આવક હવે શિયાળામાં પણ પોરબંદર વાસીઓને માણવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષથી શિયાળાની ઋતુમાં પણ કેસર કેરીનું ઉ
પોરબંદરમા  શિયાળામાં  કેસર  કેરીની  આવક।


પોરબંદરમા  શિયાળામાં  કેસર  કેરીની  આવક।


પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં જોવા મળતી કેસર કેરીની મીઠી આવક હવે

શિયાળામાં પણ પોરબંદર વાસીઓને માણવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા બે-ત્રણ

વર્ષથી શિયાળાની ઋતુમાં પણ કેસર કેરીનું

ઉત્પાદન થઈ રહ્યું છે. જેના કારણે ઉનાળાની રાહ

જોયા વિના શિયાળામાં જ કેરીના સ્વાદના શોખીનોને

કેસર કેરીનો સ્વાદ માણવાની તક મળી રહી છે.

આજે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર

કેરીના વધુ 21 બોક્સની આવક નોંધાતાં વેપારીઓ અને

ગ્રાહકોમાં પણ આ અંગે ચર્ચા જોવા મળી હતી.કેરીના વેપારી નિતિન દાસાણીના જણાવ્યા અનુસાર, ખંભાળા અને હનુમાનગઢ વિસ્તારમાં આવેલા કેસર કેરીના બગીચાઓ માંથી આ

કેરીના બોક્સની આવક થઈ હતી. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે કેરીની સિઝન ઉનાળામાં શરૂ

થતી હોય છે, પરંતુ પોરબંદરના કેટલાક બગીચાઓમાં શિયાળામાં પણ કેસર કેરીનું ઉત્પાદન

થતું હોવાથી સ્થાનિક બજારમાં આ અનોખી આવક જોવા મળી રહી છે.શિયાળામાં કેસર કેરીની મર્યાદિત આવક

સામે તેની માગ અને ભાવ પણ ઊંચા જોવા મળી

રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં એક નંબરની

કેસર કેરીનો ભાવ પ્રતિ કિલો રૂ. 350થી 400 જેટલો રહ્યો હતો. જ્યારે એક બોક્સનો ભાવ રૂ. 3,500થી 4,000 સુધી પહોંચ્યો હતો. બીજી તરફ, બે નંબરની કેરીનો ભાવ પ્રતિ કિલો રૂ. 150થી 200 અને બોક્સનો ભાવ રૂ. 1,500થી 2,000 જેટલો રહ્યો હતો. આમ, ગુણવત્તા અને કદના આધારે કેરીના ભાવમાં તફાવત જોવા મળ્યો

હતો.ઊંચાભાવ હોવા છતાં કેસર કેરીના સ્વાદના

શોખીનો શિયાળામાં જ આ કેરી ખરીદીને તેનો સ્વાદ

માણી રહ્યા છે. ઉનાળામાં સામાન્ય રીતે મોટા

પ્રમાણમાં મળતી કેરી શિયાળામાં મર્યાદિત

પ્રમાણમાં મળતી હોવાથી તેના પ્રત્યે ગ્રાહકોમાં વિશેષ

આકર્ષણ જોવા મળી રહ્યું છે.

વેપારીના જણાવ્યા મુજબ, પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનામાં અંદાજે 150 જેટલા કેસર કેરીના બોક્સની આવક થઈ ચૂકી છે.

રાજ્યમાં શિયાળાની ઋતુ દરમિયાન કેસર કેરીનું

ઉત્પાદન થતું હોય તેવા વિસ્તારમાં પોરબંદર

જિલ્લો વિશેષ સ્થાન ધરાવે છે.

આમ, એક તરફ શિયાળાની ઠંડીનો માહોલ છે તો બીજી તરફ પોરબંદરના બજારમાં કેસર કેરીની મીઠાશનો સ્વાદ

માણવા મળી રહ્યો છે. ઉનાળાની ઓળખ સમાન કેસર

કેરી શિયાળામાં પણ બજારમાં પહોંચતાં

પોરબંદરની આ વિશેષતા ફરી ચર્ચાનો વિષય બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande