દિવાળીના વેકેશન બાદ ચાણસ્મા માર્કેટયાર્ડમાં હરાજીનો પ્રારંભ, ખેડૂતોની ભારે ભીડ ઉમટી
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) દિવાળીના વેકેશન બાદ સોમવાર, 16 નવેમ્બર 2026ના રોજ સાતમના શુભ દિવસે ચાણસ્મા માર્કેટયાર્ડમાં ફરીથી હરાજીનો પ્રારંભ થયો હતો. વેપારીઓએ શુભ મુહૂર્ત કરીને નવા વર્ષના વેપારની શરૂઆત કરી હતી. લાંબા વેકેશન બાદ માર્કેટયાર્ડમાં ફરી
દિવાળીના વેકેશન બાદ ચાણસ્મા માર્કેટયાર્ડમાં હરાજીનો પ્રારંભ, ખેડૂતોની ભારે ભીડ ઉમટી


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) દિવાળીના વેકેશન બાદ સોમવાર, 16 નવેમ્બર 2026ના રોજ સાતમના શુભ દિવસે ચાણસ્મા માર્કેટયાર્ડમાં ફરીથી હરાજીનો પ્રારંભ થયો હતો. વેપારીઓએ શુભ મુહૂર્ત કરીને નવા વર્ષના વેપારની શરૂઆત કરી હતી. લાંબા વેકેશન બાદ માર્કેટયાર્ડમાં ફરી વેપારી પ્રવૃત્તિઓ શરૂ થતાં સમગ્ર યાર્ડમાં ચહલપહલ જોવા મળી હતી.

વેકેશન પૂર્ણ થતાં વહેલી સવારથી જ ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા માટે માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. ખાસ કરીને મોટી સંખ્યામાં ખેડૂતો કપાસનો જથ્થો લઈને આવ્યા હતા. વેપારીઓ દ્વારા શુભ મુહૂર્ત કર્યા બાદ કપાસ સહિતની વિવિધ ખેતપેદાશોની હરાજી શરૂ કરવામાં આવી હતી. હરાજી શરૂ થતાં જ માર્કેટયાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની અવરજવર જોવા મળી હતી.

નવા વર્ષના પ્રારંભ સાથે ખેતીપેદાશોના વેપારમાં તેજી આવે અને ખેડૂતોને તેમની મહેનતથી તૈયાર થયેલી ઉપજના પોષણક્ષમ તથા સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો અને વેપારીઓએ વ્યક્ત કરી હતી. દિવાળીના વેકેશન બાદ શરૂ થયેલા વેપારથી આગામી દિવસોમાં માર્કેટયાર્ડમાં આવક અને ખરીદ-વેચાણ વધવાની પણ શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande