ભાવનગર : સર્વોત્તમ ડેરીમાં ૭૩મા અખિલ ભારતીય સહકાર સપ્તાહના ત્રીજા દિવસની ઉજવણી
ભાવનગર, 16 નવેમ્બર (હિ.સ.) : સર્વોત્તમ ડેરી દ્વારા ૭૩મા અખિલ ભારતીય સહકાર સપ્તાહના ત્રીજા દિવસની ઉજવણી સર્વોત્તમ દાણ ફેક્ટરી, સર ગામે કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. જેમાં ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી
સર્વોતમ ડેરી મિટિંગ


ભાવનગર, 16 નવેમ્બર (હિ.સ.) : સર્વોત્તમ ડેરી દ્વારા ૭૩મા અખિલ ભારતીય સહકાર સપ્તાહના ત્રીજા દિવસની ઉજવણી સર્વોત્તમ દાણ ફેક્ટરી, સર ગામે કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. જેમાં ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી, ડિરેક્ટરશ્રીઓ, અધિકારીઓ તેમજ દૂધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં કળસારના સફળ પશુપાલક મનસુખભાઈ જોળિયાએ આધુનિક પશુપાલનના અનુભવો રજૂ કર્યા હતા. તેઓ ૧૦ પશુઓ ધરાવે છે અને દરેક પશુ સરેરાશ ૧૪થી ૧૫ લીટર દૂધ આપે છે. દેવગાણાના દિલીપભાઈ ચૌહાણે ૧૫થી ૧૭ પશુઓના ઉછેર અને સેક્સ સીમેનથી બીજદાનના ફાયદા અંગે માહિતી આપી હતી.

સફળ એઆઈ વર્કર રજનીભાઈ વાળાકીએ સેક્સ સોર્ટેડ સીમેનના ઉપયોગ અંગે અનુભવ રજૂ કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે ૬૦૦થી ૬૫૦ ડોઝનો ઉપયોગ કર્યો છે.

ડેરીના ચીફ જનરલ મેનેજર યોગેશકુમાર જોષીએ સામાન્ય બીજદાનની સરખામણીએ સેક્સ સોર્ટેડ સીમેનથી વાછરડી આવવાની શક્યતા ૮૮થી ૯૦ ટકા રહેતી હોવાનું જણાવ્યું હતું.

ડિરેક્ટર રાણાભાઈ કાળોતરા અને મૂળરાજભાઈ પરમારે ડેરીના કરકસરયુક્ત વહીવટ, પશુપાલકોને મળતા વળતર અને પશુપાલન વ્યવસાયમાં મહિલાઓની ભૂમિકા અંગે વિચારો રજૂ કર્યા હતા.

અંતમાં એચ.આર. જોષીએ ખેતીની વધતી જતી ખર્ચાળ પરિસ્થિતિ વચ્ચે પશુપાલન નિયમિત આવકનું માધ્યમ બની શકે તેમ જણાવી ગુણવત્તાયુક્ત ખાણદાણ અને આધુનિક પશુપાલન અપનાવવા અનુરોધ કર્યો હતો. પશુપાલકોનું જીવનધોરણ ઊંચું આવે અને મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે મંડળીઓના સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande