ARTO અને બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને માર્ગ સલામતીના નિયમો અંગે જાગૃત કરાયા
બોટાદ, 16 નવેમ્બર (હિ.સ.) બોટાદ શહેરમાં વિશ્વ માર્ગ અકસ્માત સ્મૃતિ દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારે 11 વાગ્યે જ્યોતિગ
Rto દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ


બોટાદ, 16 નવેમ્બર (હિ.સ.) બોટાદ શહેરમાં વિશ્વ માર્ગ અકસ્માત સ્મૃતિ દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારે 11 વાગ્યે જ્યોતિગ્રામ સર્કલ ખાતે ARTO બોટાદ અને બોટાદ ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા નાગરિકોની સહભાગિતા સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોને યાદ કરીને મીણબત્તી પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને નાગરિકોએ માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તથા વાહન ચલાવતી વખતે જવાબદારીપૂર્વક વર્તન કરવાનો સંકલ્પ લીધો હતો.

આ ઉપરાંત વાહનચાલકો અને મુસાફરોને માર્ગ સલામતીના વિવિધ મહત્વપૂર્ણ નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. હેલ્મેટ પહેરવું, સીટબેલ્ટનો ઉપયોગ કરવો, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો, નિયત ગતિમર્યાદાનું પાલન કરવું અને ટ્રાફિકના સંકેતોનું ધ્યાન રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં 'રાહવીર' યોજના વિશે પણ નાગરિકોને જાણકારી આપવામાં આવી હતી. માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ પહોંચાડવા અને માનવજીવન બચાવવા માટે આગળ આવવા નાગરિકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે માર્ગ સલામતી અંગે સામૂહિક જવાબદારીની ભાવના કેળવવાનો અને અકસ્માતો ઘટાડવા માટે જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande