પોરબંદરમાં નવા જલારામ મંદિરે અન્નકૂટનાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી
પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના એસ.ટી. રોડ પર આવેલા નવા જલારામ મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ સેવા સમિતિ દ્વારા જલારામબાપા, વીરબાઈમાં અને ભગવાન શ્રીકૃષ્ણને 56થી વધુ વિવિધવાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
નવા  જલારામ  મંદિરે  અન્નકૂટનાં દર્શન કરવા ભક્તોની  ભીડ ઉમટી.


પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના એસ.ટી. રોડ પર આવેલા નવા જલારામ મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ સેવા સમિતિ દ્વારા જલારામબાપા, વીરબાઈમાં અને ભગવાન શ્રીકૃષ્ણને 56થી વધુ વિવિધવાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટનાં દિવ્ય દર્શનનો લાભ લેવા પોરબંદર સહિત જિલ્લા માંથી મોટીસંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

અન્નકૂટમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, મિષ્ટાન્ન, બીડાં સહિતની અનેક વાનગીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને સંત શિરોમણી જલારામ બાપા તથા વીરબાઈમાંની સાથે ભગવાન શ્રીકૃષ્ણને અન્નકૂટ અર્પણ કરી ભક્તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા મંડળ દ્વારા ધૂન, ભજન, સત્સંગ અને કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ ભક્તિરસમાં તરબોળ બની દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો. અન્નકૂટ મહોત્સવની તૈયારીઓ માટે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વાનગીઓ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.

મંદિર ટ્રસ્ટના અતુલભાઈ કારીયા, મુકેશભાઈ ખખર,

હિતેષભાઈ ઠકરાર, યુવા ટીમના 21

સભ્યો તેમજ મહિલા મંડળની બહેનોના સહયોગથી સમગ્ર આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું હતું. આ ધાર્મિક ઉત્સવને પગલે નવા જલારામ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande