રાણાકંડોરણા પાસે કારનીઅડફે ટે બાઇકચાલક વૃદ્ધનું મોત.
પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.)રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામ નજીક રામવાડી હાઇવે પરપૂર ઝડપે અને બેદરકારીપૂર્વક આવતી સફેદ ફોરવ્હીલ કારે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતાં 75 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પર
રાણાકંડોરણા પાસે કારનીઅડફે ટે બાઇકચાલક વૃદ્ધનું મોત.


પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.)રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામ નજીક રામવાડી હાઇવે પરપૂર ઝડપે અને બેદરકારીપૂર્વક આવતી સફેદ ફોરવ્હીલ કારે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતાં 75 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.રાણા ખીરસરા ગામે રહેતા રતીલાલ હીરજીભાઈ બટુાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભાઈ ડાયાભાઈ હીરજીભાઈ બટુાણી (ઉ.વ.75) મોટરસાઇકલ નંબર GJ-25-AG-5484 લઈને પસાર થઈ

રહ્યા હતા. તે દરમિયાન સફેદ કલરની ફોરવ્હીલ કાર નંબર GJ03-NF-0375ના ચાલકે પૂર ઝડપે અને બેદરકારી પૂર્વક કાર હંકારતાં મોટરસાઇકલને અડફેટે લીધી હતી.કારની જોરદાર ટક્કરથી ડાયાભાઈ મોટરસાઇકલ સાથે રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક કાર સાથે ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande