પાટણમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના જલારામ મંદિરે સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતીની વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને વિશાળ
પાટણમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી


પાટણમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી


પાટણમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી


પાટણમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી


પાટણમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના જલારામ મંદિરે સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતીની વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. રામધૂન, સંતવાણી, આરતી, તુલસી પૂજન, યજ્ઞ અને કેક કટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ જલારામ બાપાનો અભિષેક, વીરબાઈ મા, ભોજલરામ બાપા, ઝોળી-ધોકા અને પાદુકા પૂજન સહિત વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. ભાવિકોએ પારણું ઝુલાવી દર્શનનો લાભ લીધો હતો. મંદિર અને જલારામ મંદિર રોડ પર દિવસભર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

ખાડિયા મેદાન ખાતે માતૃશ્રી વીરબાઈ મા અન્નપૂર્ણા રથના દાતાઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્નપૂર્ણા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.

ઉજવણીના ભાગરૂપે બપોરે જલારામ મંદિરથી વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જે સુભાષચોક, જૂનાગંજ બજાર, હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ અને બગવાડા સહિતના માર્ગો પરથી પસાર થઈ પરત જલારામ મંદિર ખાતે પહોંચી હતી. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande