
પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરમાં સંત શિરોમણી જલારામબાપાની 227મી જન્મજયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે
શહેરના નવા જલારામ મંદિર ખાતે જલારામ સેવા
સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય
રોટલા મનોરથ સહિત વિવિધ ધાર્મિક
કાર્યક્રમોનું આયોજન કરવામાં
આવ્યું હતું.
જલારામ જયંતિ નિમિત્તે યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમોમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન
કરાયું હતું. આજે જન્મજયંતિના મુખ્ય દિવસે નવા
જલારામ મંદિર ખાતે 11 હજારથી વધુ રોટલાઓનો મનોરથ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં
શ્રદ્ધાળુઓએ ભાગ લઈ જલારામ બાપાના દર્શનનો લાભ લીધો હતો. રોટલા મનોરથમાં ભક્તો દ્વારા
શ્રદ્ધાપૂર્વક રોટલાઓ અર્પણ કરવામાં આવ્યા હતા. બપોરે
12 વાગ્યા સુધીમાં જ 11હજાર જેટલા રોટલાઓ મંદિરખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ પણ
રોટલાઓ આવવાનો ક્રમ સતત ચાલુ રહેતા આ વખતે રોટલાઓની સંખ્યામાં વધુ વધારો નોંધાયો
હતો.
સમગ્ર મંદિર પરિસર જલારામબાપાના જય ઘોષઅને ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું
હતું. આ આયોજનમાં જલારામ સેવા સમિતિના
કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya