ભુજમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી: ભગવાન બિરસા મુંડાના બલિદાનને કરાયું વંદન, તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન
આદિવાસી સમાજના અધિકારો, સંસ્કૃતિ અને અસ્મિતાની લડતને કરાઈ યાદ; સાંસ્કૃતિક નૃત્ય, વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ અને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કચ્છ, 16 નવેમ્બર (હિ.સ.) : દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજના અમૂલ્ય યોગદાન અને ત
ભુજમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:


ભુજમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:


ભુજમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:


ભુજમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:


ભુજમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:


આદિવાસી સમાજના અધિકારો, સંસ્કૃતિ અને અસ્મિતાની લડતને કરાઈ યાદ; સાંસ્કૃતિક નૃત્ય, વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ અને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ

કચ્છ, 16 નવેમ્બર (હિ.સ.) : દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજના અમૂલ્ય યોગદાન અને તેમના ગૌરવશાળી ઇતિહાસને જનજન સુધી પહોંચાડવાના હેતુથી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ભુજ ખાતે જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જનજાતીય સમાજની સંસ્કૃતિ, પરંપરા, સંઘર્ષ અને સિદ્ધિઓને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, માત્ર ૨૫ વર્ષની અલ્પાયુમાં તેમણે અંગ્રેજ શાસન સામે સંઘર્ષ કરીને આદિવાસી સમાજના હક્કો, જળ, જંગલ અને જમીનના અધિકારો માટે ઐતિહાસિક લડત આપી હતી. તેમનું જીવન દેશના યુવાનો અને સમગ્ર સમાજ માટે પ્રેરણાનું અખૂટ ઝરણું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ૧૫ નવેમ્બરને રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે, જે આદિવાસી સમાજના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના સંબોધનમાં બિરસા મુંડાના વિચારો અને સંઘર્ષને યાદ કરીને સમાજના દરેક વર્ગને મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. વક્તા રત્નાકરજીએ પણ પ્રકૃતિ, પર્યાવરણ, સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણમાં જનજાતીય સમાજની ભૂમિકા સમજાવી યુવાનોને પોતાના વારસાથી પરિચિત થવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. સીદી સમુદાયના કલાકારોએ પરંપરાગત નૃત્ય રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા, જ્યારે લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને કામગીરી અંગેની દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande