પોરબંદર : જલારામ બાપાની જન્મજયંતીએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાઠવી શુભેચ્છાઓ
પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : સંત શિરોમણી પૂજ્ય જલારામબાપાની 227મી જન્મજયંતી નિમિત્તે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જલારામ બાપાના જીવનમાંથી
જલારામ  બાપાની  જન્મજયંતીએ  મનસુખ માંડવિયાએ પાઠવી શુભેચ્છાઓ.


પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : સંત શિરોમણી પૂજ્ય જલારામબાપાની 227મી જન્મજયંતી નિમિત્તે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જલારામ બાપાના જીવનમાંથી સેવા, સમર્પણ અને માનવતાના મૂલ્યો આત્મસાત કરવાની અપીલ કરી છે.ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર જન્મેલા જલારામ બાપાએ ‘અન્નદાન એજ મહાદાન’ના આ દર્શને જીવનમાં ઉતારી ભૂખ્યાને ભોજન અને નિરાધારને આધાર આપવાની અનોખી સેવા પરંપરા સ્થાપિત કરી હતી. ‘દેને કો ટુકડા ભલો, લેને કો હરિ નામ’ના મંત્ર સાથે તેમણે નાતજાત, ઊંચ-નીચ કે અમીર-ગરીબના કોઈપણ ભેદભાવ વિના માનવ સેવાનેજ ઈશ્વર ભક્તિનું માધ્યમ બનાવ્યું હતું. વીરપુરમાં પ્રગટાવેલી સદાવ્રતની જ્યોત આજે પણ અવિરત પ્રજ્વલિત છે અને વિશ્વભરના લોકોને પ્રેરણા આપી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્ર સાથે છેવાડાના માનવીના ઉત્કર્ષ અને ગરીબ કલ્યાણ માટે કાર્યરત છે. અંત્યોદય અને જનકલ્યાણની ભાવનામાં પણ સંતોએ ચીંધેલા ‘સેવા પરમો ધર્મ:’ના આદર્શનું મહત્વ રહેલું છે.જલારામ બાપાનું જીવન માત્ર સંતજીવન નહીં, પરંતુ માનવતા, કરુણા, દયા, બંધુત્વ અને સદભાવનાનું શાશ્વત ઉદાહરણ છે.તેમની જન્મજયંતી માત્ર પૂજા-અર્ચના પૂરતી સીમિત ન રહેતાં તેમના સેવાકાર્યોના મૂલ્યોને જીવનમાં ઉતારી જરૂરિયાતમંદોની યથાશક્તિ મદદ કરવાનો સંકલ્પ લેવા તેમણે અપીલ કરી હતી. અંતમાં ડૉ. માંડવિયાએ પૂજ્ય જલારામ બાપાનાં ચરણોમાં કોટિ કોટિ વંદન કરી તેમના આશીર્વાદથી દેશ અને ગુજરાતની જનતાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે સૌને ‘જય જલારામ’ના નાદ સાથે જન્મજયંતીની શુભકામનાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande