રાંદેરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી મકાનમાં ભારે તબાહી, છત ધરાશાયી
સુરત, 16 નવેમ્બર (હિ.સ.) : સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા પાયકવાડમાં સોમવારે સવારે ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. પરિવારના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 10 વાગ્યે નવો ભારત ગેસનો સિલિન્ડર ઘરે લાવવામાં આવ્યો હતો. રસોડામાં સિલિન્
Massive Destruction in Rander


સુરત, 16 નવેમ્બર (હિ.સ.) : સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા પાયકવાડમાં સોમવારે સવારે ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. પરિવારના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 10 વાગ્યે નવો ભારત ગેસનો સિલિન્ડર ઘરે લાવવામાં આવ્યો હતો. રસોડામાં સિલિન્ડર લગાવ્યા બાદ પાણી ગરમ કરવા માટે ગેસ ચાલુ કરતાં જ અચાનક આગ લાગી હતી અને થોડી જ વારમાં જોરદાર ધડાકો થયો હતો. વિસ્ફોટને કારણે મકાનને ભારે નુકસાન થયું હતું અને ઉપરના માળની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી.

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બાજુના મકાનને પણ તેની અસર થઈ હતી. ઘરમાં રહેલા ફ્રિજના બે ટુકડા થઈ ગયા હતા, જ્યારે વોશિંગ મશીન સહિતનો ઇલેક્ટ્રોનિક સામાન પણ નુકસાનગ્રસ્ત થયો હતો. કપડાં, અનાજ, બાળકોનાં રમકડાં, રોકડ રકમ અને અન્ય ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનામાં એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પરિવારજનોએ જણાવ્યું કે, નવો સિલિન્ડર હોવા છતાં આટલી મોટી દુર્ઘટના સર્જાતા તેઓ ઘરવિહોણા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ વિસ્તારની સાંકડી ગલીઓને કારણે ફાયર ફાઇટરોને કામગીરી કરવામાં મુશ્કેલી પડી હતી. ફાયર વિભાગના જવાનો અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. પરિવારજનોએ મુશ્કેલ સમયમાં મદદ કરનાર ફાયર વિભાગ અને સ્થાનિક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande