
પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં સંત શિરોમણી શ્રી
જલારામબાપાની 227 મી જન્મજયંતિ નિમિત્તે સેવાભાવના
સાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં
આવ્યું હતું. લોહાણા મહાજન અંતર્ગત વિવિધ
સેવાકીય સંસ્થાઓ તથા ધર્મપ્રેમી રક્તદાતાઓના
સહયોગથી નરસી મેઘજી હોસ્ટેલ (ઇમ્પિરિયલ
રેજન્સી), અખંડ રામધૂન મંદિરની બાજુમાં યોજાયેલા
આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ
ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ
પૂરું પાડ્યું હતું.છેલ્લા 22 વર્ષથી જલારામ જયંતી અને રામનવમી જેવા પવિત્ર પ્રસંગોએ નિયમિત
રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે
છે. આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમિયાથી પીડિત
બાળદર્દીઓ તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર
રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે. કેમ્પમાં એકત્રિત
થયેલું રક્ત આશા બ્લડબેંક તથા ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ, પોરબંદરમાં જમા કરવામાં આવશે.સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી
યોજાયેલાઆ સેવાકીય આયોજનમાં લલિતભાઈ સામાણી, કેયુરભાઈ જોષી, રમેશભાઈ સામાણી, રજનીભાઈ સામાણી, હિરેનભાઈ સામાણી સહિત કે.કે.સામાણી ગ્રુપ તથા અન્ય સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya