વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે વિશ્વશાંતિ મહાયજ્ઞમાં મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિ
મહેસાણા, 16 નવેમ્બર (હિ.સ.) : વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલા 10 દિવસીય વિશ્વશાંતિ મહાયજ્ઞમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે યજ્ઞશાળામાં મહાયજ્ઞની આહુતિઓનાં દર્શન કરી ભગવાન હાટકેશ્
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે વિશ્વશાંતિ મહાયજ્ઞમાં મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિ


વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે વિશ્વશાંતિ મહાયજ્ઞમાં મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિ


મહેસાણા, 16 નવેમ્બર (હિ.સ.) : વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલા 10 દિવસીય વિશ્વશાંતિ મહાયજ્ઞમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે યજ્ઞશાળામાં મહાયજ્ઞની આહુતિઓનાં દર્શન કરી ભગવાન હાટકેશ્વર મહાદેવનાં દર્શન અને પૂજન કર્યા હતા.

વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મહાયજ્ઞમાં સહભાગી બની સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત રાજ્યની સુખાકારી, સમૃદ્ધિ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય તથા કલ્યાણ માટે ભગવાન હાટકેશ્વર મહાદેવના ચરણે પ્રાર્થના અર્પણ કરી હતી.

વડનગરમાં કાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં 10 દિવસીય વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાયજ્ઞ અંતર્ગત દરરોજ વિવિધ વૈદિક અનુષ્ઠાનો અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande