
મહેસાણા, 16 નવેમ્બર (હિ.સ.) : વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં ચાલી રહેલા વિશ્વશાંતિ મહાયજ્ઞના છઠ્ઠા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. મહાનુભાવોએ યજ્ઞશાળામાં ધાર્મિક અનુષ્ઠાનોના દર્શન કરી શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મહાયજ્ઞના દર્શન બાદ તમામ મહાનુભાવોએ હાટકેશ્વર મહાદેવ મંદિરે જઈ ભગવાનનાં દર્શન અને પૂજન કર્યાં હતાં. રાજ્ય અને દેશની જનતાની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાયજ્ઞમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR