વડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે ચાર મંત્રીઓની ઉપસ્થિતિ, શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા
મહેસાણા, 16 નવેમ્બર (હિ.સ.) : વડનગરમાં શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં ચાલી રહેલા વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે રાજ્યના ચાર મંત્રીઓ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. મહાનુભાવોએ યજ્ઞશાળ
વડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે ચાર મંત્રીઓની ઉપસ્થિતિ, શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા


વડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે ચાર મંત્રીઓની ઉપસ્થિતિ, શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા


મહેસાણા, 16 નવેમ્બર (હિ.સ.) : વડનગરમાં શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં ચાલી રહેલા વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે રાજ્યના ચાર મંત્રીઓ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. મહાનુભાવોએ યજ્ઞશાળામાં દર્શન કરી શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય અને દેશની સુખાકારી, સમૃદ્ધિ તથા વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડા અને રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ મહાયજ્ઞની ધાર્મિક મહત્તા અંગે માહિતી મેળવી શંકરાચાર્યજી સાથે આધ્યાત્મિક ચર્ચા કરી હતી.

આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ અને રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી એસ. રવિ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ મહાયજ્ઞના પાંચમા દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભરતનાટ્યમ, લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ નિહાળી હતી. કલાકારોની રજૂઆતને બિરદાવવામાં આવી હતી.

વડનગરમાં 20 નવેમ્બર સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં વિવિધ વૈદિક અનુષ્ઠાનો અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહાયજ્ઞમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande