

ગાંધીનગર, 16 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની બાગાયત શાખા દ્વારા 'મોડલ વિલેજ પ્લાન' અંતર્ગત વોર્ડ નંબર ૪ માં સમાવિષ્ટ ઇન્દ્રોડા ગામના બળિયાદેવ મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેયર રૂપસિંગ ઠાકોર, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર અંજનાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશપાલસિંહ બિહોલા તેમજ અન્ય પદાધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામની ઉપસ્થિતિ અને જનભાગીદારીથી ગામમાં સ્થાનિક પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ઇન્દ્રોડા ગામને 'મોડલ વિલેજ' બનાવવાના આયોજનના ભાગરૂપે પદાધિકારીઓ અને ગ્રામજનો દ્વારા વડ, આંબા, કદમ, અર્જુન સાદળ, કચનાર અને સ્પેથોડિયા જેવા રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગામના જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામમાં કુલ 600 જેટલા આંબાના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. રસ્તાની બંને બાજુએ વાવવામાં આવેલા વૃક્ષોના રક્ષણ માટે ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગ્રામજનો ઘરઆંગણે શાકભાજી ઉગાડી શકે તે હેતુથી ગામના 50 થી વધારે પરિવારોને 'કિચન ગાર્ડન કીટ' આપવામાં આવી હતી. આ કીટના ઉપયોગ અને જાળવણી અંગેનું જરૂરી માર્ગદર્શન પણ ઉપસ્થિત નાગરિકોને પૂરું પાડવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી થકી ગામમાં વૃક્ષોનું પ્રમાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાવેતર કરવામાં આવેલા તમામ રોપાઓનો યોગ્ય ઉછેર અને જતન કરવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
મહાનુભાવો અને નાગરિકોની સક્રિય જનભાગીદારી થકી ઇન્દ્રોડા ગામને વધુ હરિયાળું બનાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમમાં વડ, આંબા, કદમ, અર્જુન સાદળ, કચનાર અને સ્પેથોડિયા જેવી સ્થાનિક અને પર્યાવરણને અનુકૂળ પ્રજાતિઓના રોપાઓનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ઇન્દ્રોડા ગામને એક આદર્શ 'મોડલ વિલેજ' તરીકે વિકસાવવાની પહેલના ભાગરૂપે ગામના જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ ફળાઉ રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સમગ્ર ગામમાં 600 જેટલા આંબાના રોપાઓનું વિતરણ કરવાની સાથે જાહેર માર્ગોની બંને બાજુએ રોપેલા વૃક્ષોના રક્ષણ માટે ટ્રી-ગાર્ડ સાથે સુરક્ષિત વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે.
શહેરીજનોમાં પ્રકૃતિપ્રેમ વધે અને તેઓ ઘરઆંગણે બાગાયતી પ્રવૃત્તિઓ કરી શકે તે માટે નાગરિકોના સ્વાસ્થ્ય અને પોષણને પણ વિશેષ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઇન્દ્રોડા ગામના 50 થી વધારે પરિવારોને 'કિચન ગાર્ડન કીટ' આપવામાં આવી હતી અને તેનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ બહુઆયામી પ્રયાસ થકી પર્યાવરણ જતનની સાથે નાગરિકોને સીધો લાભ પહોંચાડવામાં આવ્યો છે. મહાનગરપાલિકા તમામ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ વાવેતર કરાયેલા આ તમામ રોપાઓનું યોગ્ય જતન કરી ગાંધીનગરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ