પ્રાકૃતિક કૃષિ અને શિયાળો: સ્વાસ્થ્ય અને પર્યાવરણની સાચી ભેટ
જગતના તાતને પ્રોત્સાહન, નાગરિકોને શુદ્ધ પોષણ: પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનો એજ ધ્યેય ગાંધીનગર, 16 નવેમ્બર (હિ.સ.) : શિયાળો એ માત્ર ઠંડીની મોસમ નથી, પરંતુ શરીરને નવી ઊર્જા, તાજગી અને પોષણ આપતી સોનેરી તક છે. આ ઋતુમાં પ્રકૃતિ આપણને ભરપૂર લીલા શાક
પ્રાકૃતિક કૃષિ વેચાણ કેંદ્ર


પ્રાકૃતિક કૃષિ


- જગતના તાતને પ્રોત્સાહન, નાગરિકોને શુદ્ધ પોષણ: પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનો એજ ધ્યેય

ગાંધીનગર, 16 નવેમ્બર (હિ.સ.) : શિયાળો એ માત્ર ઠંડીની મોસમ નથી, પરંતુ શરીરને નવી ઊર્જા, તાજગી અને પોષણ આપતી સોનેરી તક છે. આ ઋતુમાં પ્રકૃતિ આપણને ભરપૂર લીલા શાકભાજી અને પૌષ્ટિક આહાર આપે છે. જો આ આહાર રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત હોય, તો તે સોનામાં સુગંધ સમાન બની જાય છે.

જમીન અને જન આરોગ્યના રક્ષક: આપણા ખેડૂતો

આજે જ્યારે અતિશય રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને આપણું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે, ત્યારે આપણા કેટલાક પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ખરા અર્થમાં 'જગતનો તાત' સાબિત થયા છે.

આ ખેડૂતો માત્ર અન્ન નથી પકવતા, પરંતુ જમીનની જીવસૃષ્ટિ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ પણ કરે છે.ગાય આધારિત અને પ્રાકૃતિક પદ્ધતિઓથી થતી ખેતી જમીનને ફળદ્રુપ રાખે છે અને આપણને ઝેરમુક્ત ખોરાક પૂરો પાડે છે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને નાગરિકો સુધી શુદ્ધ આહાર સરળતાથી પહોંચી શકે તે માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે.રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત જગ્યાઓ પર પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.આ કેન્દ્રો પરથી તદ્દન વ્યાજબી અને પારદર્શક રીતે પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા શાકભાજી અને ફળો ઉપલબ્ધ થાય છે.

આવો, આ શિયાળામાં માત્ર આપણા પોતાના સ્વાસ્થ્યની જ નહીં, પરંતુ પર્યાવરણ અને મહેનતુ ખેડૂતોની પણ કાળજી લઈએ. બજારમાં મળતા રસાયણયુક્ત શાકભાજીને બદલે નજીકના સરકારી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોમાંથી જ શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખીએ.

તમારો આ નાનો નિર્ણય આપણા ખેડૂતોનું મનોબળ વધારશે અને આવનારી પેઢીને એક સ્વસ્થ અને હરિયાળી પૃથ્વી ભેટમાં આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande