પ્રાકૃતિક ખેતી અંગે યુનિવર્સિટીઓ દ્વારા થઈ રહેલા સંશોધનો સરાહનીય: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજ્યમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રગતિની સમીક્ષા અર્થે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. ગાંધીનગર, 16 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજર
ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


- રાજ્યમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રગતિની સમીક્ષા અર્થે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ.

ગાંધીનગર, 16 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાતમાં ચાલી રહેલા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અભિયાનની સર્વગ્રાહી સમીક્ષા અર્થે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે ખેડૂતોએ વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રાકૃતિક ખેતીના પાંચેય આયામો જેમ કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને વાતાવરણ અનુકૂળ મિશ્ર પાક ચુસ્તપણે અપનાવવા જોઈએ. આચ્છાદન કરવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે, અળસિયા સક્રિય બને છે અને ઓર્ગેનિક કાર્બનમાં નોંધપાત્ર વધારો થાય છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્યપાલએ યુનિવર્સિટીઓ દ્વારા થઈ રહેલા સંશોધનો અને પ્રાયોગિક પરિણામોની સરાહના કરી હતી અને કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા સુધરે છે અને ઉત્પાદન ખર્ચ શૂન્ય થઈ જાય છે. રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવતા સંશોધનોનો વ્યાપક પ્રચાર પસાર કરવા સૂચન કર્યું હતું.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને યુનિવર્સિટીઓ દ્વારા ગામડાઓમાં જઈને ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીઓના પ્રયોગોના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે ત્યારે વધુમાં વધુ ખેડૂતો આ અભિયાન સાથે જોડાય તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવા પર ભાર મુક્યો હતો.

બેઠક દરમિયાન વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓએ તેમના સંશોધનોની વિગતો પ્રસ્તુત કરી હતી. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીના માધ્યમથી મળતા ઉત્પાદન અને જમીનના સેમ્પલ ટેસ્ટિંગના ડેટા રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કાર્બન ક્રેડિટ અને એગ્રો-ફોરેસ્ટ્રીના માધ્યમથી વાતાવરણ શુદ્ધ રાખવા અને ખેડૂતોની આવક વધારવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની બજાર વ્યવસ્થા તથા સર્ટિફિકેશન પ્રક્રિયા અંગે પણ સાર્થક ચર્ચાઓ થઈ હતી.

આ બેઠકમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ, રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિભાગના અગ્ર સચિવ તેમજ આત્મા, પશુપાલન અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને છેલ્લા એક મહિનામાં કરેલી કામગીરીના રિપોર્ટ્સ રજૂ કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande