દિવાળી એક્સ્ટ્રા સંચાલનમાં પોરબંદર ડેપો સમગ્ર વિભાગમાં પ્રથમ
પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારોમાં જ્યારે લોકો પરિવાર સાથે ખુશીઓ મનાવી રહ્યા હતા, ત્યારે એસ.ટી. નિગમના કર્મચારીઓએ પોતાની પારિવારિક ખુશીઓને બાજુ પર રાખીને હજારો મુસાફરોની મુસાફરી સુખદ બનાવવા ફરજ નિભાવી હતી. શ્રમિકોની
દિવાળી  એક્સ્ટ્રા સંચાલનમાં પોરબંદર  ડેપો સમગ્ર વિભાગમાં  પ્રથમ.


પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારોમાં જ્યારે લોકો પરિવાર સાથે ખુશીઓ મનાવી રહ્યા હતા, ત્યારે એસ.ટી. નિગમના કર્મચારીઓએ પોતાની પારિવારિક ખુશીઓને

બાજુ પર રાખીને હજારો મુસાફરોની મુસાફરી સુખદ

બનાવવા ફરજ નિભાવી હતી. શ્રમિકોની વતન વાપસી થી

લઈને સુરતના રત્નકલાકારોને વતન પહોંચાડવા

અને દ્વારકા-સોમનાથ જેવા યાત્રાધામોમાં આવતા

શ્રદ્ધાળુઓને પરિવહન સેવા પૂરી પાડવામાં પોરબંદર

એસ.ટી.ડેપોએ નોંધપાત્ર કામગીરી કરી છે. દિવાળી એક્સ્ટ્રા સંચાલન દરમિયાન રૂ. 20,51,893ની આવક મેળવી પોરબંદર ડેપોએ સમગ્ર જૂનાગઢ વિભાગના નવ ડેપોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર

નિગમના પોરબંદર ડેપો દ્વારા તા. 3થી 15 નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશનના વિશેષ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપો

મેનેજર પી.બી.મકવાણાના માર્ગદર્શન અને સ્ટેન્ડ

ઇન્ચાર્જ એચ.એમ.રૂઘાણીની દેખરેખ હેઠળ કરવામાં આવેલા

આયોજનમાં કુલ 261 વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 54,858 કિલોમીટરનું અંતરકાપી 12,353 મુસાફરોને પરિવહન સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. દિવાળી નિમિત્તે સૌપ્રથમ તા. 5 નવેમ્બરે પોરબંદર થી દાહોદ-ગોધરા તરફ વતન જવા ઇચ્છતા શ્રમિકો માટે 12 વધારાની બસો ફાળવવામાં આવી હતી.

ત્યાર બાદઆ બસોને સુરત મોકલી રત્નકલાકારોને

તેમના વતન સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી

હતી. રાજ્યવ્યાપી આયોજનના ભાગરૂપે સુરતના

હીરાઉદ્યોગમાં કામ કરતા સૌરાષ્ટ્ર-કચ્છના

રત્નકલાકારોની વતન વાપસી માટે એસ.ટી. નિગમ દ્વારા

આશરે 2,000 વધારાની બસો ફાળવવામાં આવી હતી, જેમાં પોરબંદર ડેપોએ પણ મહત્વપૂર્ણ સહયોગ

આપ્યો હતો. શ્રમિકો અને રત્નકલાકારોની વતન વાપસી બાદ પોરબંદર ડેપો દ્વારા

પોરબંદર-દ્વારકા, દ્વારકા-સોમનાથ, પોરબંદર-સોમનાથ અને સોમનાથ-દ્વારકા સહિતના માર્ગો પર વધારાની બસો

દોડાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી આવેલા

પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સુવિધાજનક પરિવહન મળી

રહે તે માટે બસ સ્ટેશનો પરથી સતત બસ વ્યવસ્થા

ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન બસોનું સમયસર

મેન્ટેનન્સ જળવાઈ રહે તે માટે વર્કશોપના

કર્મચારીઓએ પણ તહેવારોમાં ખડે પગે રહી ફરજ બજાવી હતી.

ડ્રાઇવર, કંડક્ટર, ટ્રાફિક કંટ્રોલર અને અન્ય કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી એક્સ્ટ્રા સંચાલન સફળ

રહ્યું હતું.

વિભાગીય આંકડા મુજબ પોરબંદર ડેપોએ 261 વધારાની ટ્રીપો, 54,858 કિલોમીટરનું સંચાલન અને 12,353 મુસાફરોની સેવા સાથે રૂ. 20,51,893નીઆવક મેળવી હતી. 37.40ના EPKM સાથે 88 વાહનોના ઉપયોગ દ્વારા નોંધાયેલી આ

કામગીરીએ પોરબંદર ડેપોને આવકની દૃષ્ટિએ વિભાગમાં

પ્રથમ સ્થાન અપાવ્યું છે. સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ ટીમની કામગીરી અંગે ગૌરવ વ્યક્ત કરતાં

જણાવ્યું હતું કે, GSRTC હજારો યાત્રીઓની ખુશીનું માધ્યમ બને એજ અમારી તથા અમારા પરિવારની સૌથી મોટી ખુશી છે. નિગમ દ્વારા મુસાફરોની સેવા કરવાની

તક મળે ત્યારે સૌએ પોતાની શ્રેષ્ઠ ફરજ બજાવવી

એ ગૌરવની બાબત છે. આ સિદ્ધિ બદલ જૂનાગઢ વિભાગના વિભાગીય નિયામક વી.બી. ડાંગર, વહીવટી અધિકારી ડી.યુ. વાઘેલા, પરિવહન અધિકારી મુકેશભાઈ સોલંકી અને વિભાગીય યાંત્રિક

ઇજનેર એન.બી. વરમોરાએ પોરબંદર ડેપોની કામગીરી તથા સમગ્ર ટીમના ટીમ વર્કને બિરદાવી

અભિનંદન પાઠવ્યા હતા.

ડેપો મેનેજર પી.બી.

મકવાણાના માર્ગદર્શનથી લઈને ડ્રાઇવર-કંડક્ટરોની

મુસાફર સેવા, વર્કશોપ કર્મચારીઓની ટેકનિકલ સજ્જતા

અને ટ્રાફિક વિભાગના સંકલિત પ્રયાસો સુધી સૌના

સહિયારા પરિશ્રમથી આ સફળતા મળી છે. રૂ. 20.51 લાખની આવક આર્થિક સિદ્ધિ છે, પરંતુ 12,353 મુસાફરોની સુખદ

મુસાફરી અને હજારો પરિવારોના પુનર્મિલનને ટીમ પોરબંદરની સાચી કમાણી ગણાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande