સિદ્ધપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ક્ષત્રિય ફાર્મ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ જીબાજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિદ્ધપુર શહેર અને
સિદ્ધપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ક્ષત્રિય ફાર્મ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ જીબાજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિદ્ધપુર શહેર અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો, સરપંચો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સંગઠનની કામગીરીને વધુ મજબૂત બનાવવા અને સમાજના આગેવાનો વચ્ચે પરસ્પર સંવાદ તથા એકતા જળવાઈ રહે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ સોલંકી, સરપંચ રોહિતસિંહ, ક્ષત્રિય ઠાકોર સમાજ લાઇબ્રેરીના સંચાલક દિનેશજી કોટ, સિદ્ધપુર શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, તાલુકા પ્રમુખ ગોવિંદજી ઠાકોર તેમજ નગરપાલિકાના સભ્ય જીગરસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આસપાસનાં ગામોના સરપંચો, શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો તથા ગ્રામ સમિતિના પ્રતિનિધિઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને હોદ્દેદારોએ એકબીજાની મુલાકાત લઈ શુભેચ્છાઓની આપ-લે કરી હતી. સમાજના સંગઠનને વધુ સુદૃઢ બનાવવા, પરસ્પર સહકાર અને એકતાની ભાવનાને મજબૂત કરવા અંગે સૌએ હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કર્યો હતો. મોટી સંખ્યામાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિને પગલે કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande