સમી તાલુકાના રવદ ગામે શ્રી રાધાકૃષ્ણ દાદાનો 15મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ગામે રામાનંદી સાધુ સમાજ વઢીયાર વિભાગ રવદિયા પરિવાર દ્વારા શ્રી રાધાકૃષ્ણ દાદાનો 15મો પાટોત્સવ સોમવાર, 16 નવેમ્બર 2026ના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે પૂજન-અર્ચન, ધજા ચડાવવી, આરત
સમી તાલુકાના રવદ ગામે શ્રી રાધાકૃષ્ણ દાદાનો 15મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો


સમી તાલુકાના રવદ ગામે શ્રી રાધાકૃષ્ણ દાદાનો 15મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ગામે રામાનંદી સાધુ સમાજ વઢીયાર વિભાગ રવદિયા પરિવાર દ્વારા શ્રી રાધાકૃષ્ણ દાદાનો 15મો પાટોત્સવ સોમવાર, 16 નવેમ્બર 2026ના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે પૂજન-અર્ચન, ધજા ચડાવવી, આરતી, હનુમાન ચાલીસા અને પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી પીપળીના સાધુ લક્ષ્મણદાસ ભીમદાસના હસ્તે ધજા ચડાવવામાં આવી હતી.

પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લીધો હતો. આશરે 350 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. જેમાં લાડુ, ગુલાબજાંબુ, દાળ-ભાત, બટાટા-ચણાનું શાક, પુરી, ગોટા અને કટલેસ સહિતની વાનગીઓ પીરસવામાં આવી હતી. દાતાઓના સહયોગથી મંડપ, ભોજન, છાશ, પાણી અને ચાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પૃથ્વીરાજનો બાબરી પ્રસંગ પણ યોજાયો હતો. તેમના પિતા સાધુ ધવલભાઈ અને માતા સોનુ રામાનંદીની ઉપસ્થિતિમાં આશીર્વાદ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ સમાજના આગેવાનોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

પાટોત્સવ દરમિયાન વયનિવૃત્ત થયેલા પાંચ કર્મચારીઓનું પણ સાલ ઓઢાડી અને હનુમાનજીનો ફોટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત તલાટી દશરથ ભગવાનદાસ, આસિસ્ટન્ટ જયંતિલાલ ભગવાનદાસ, શિક્ષક હરેશ લક્ષ્મીરામ, આંગણવાડી કાર્યકર નયના ભગવાનદાસ અને શંખેશ્વર જૈન મંદિરના નિવૃત્ત પૂજારી બળદેવદાસ કેશવદાસનો સમાવેશ થાય છે. તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમમાં સમાજના દાતાઓ અને આગેવાનોએ વિવિધ વ્યવસ્થાઓમાં સહયોગ આપ્યો હતો. ગુજરવાડાના નિવૃત્ત શિક્ષક સાધુ હરેશભાઈએ પાટોત્સવનું આયોજન અને સંચાલન કર્યું હતું તેમજ સમાજસેવા માટે રૂ. 11 હજારનું અનુદાન આપ્યું હતું. અંતે રાધાકૃષ્ણ પરિવાર દ્વારા તમામ દાતાઓ, આગેવાનો, સન્માનિત કર્મચારીઓ અને ઉપસ્થિત ભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande