રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ, ઉત્તરાખંડ માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું, ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં માર્ગ અકસ્માતમ
અકસ્માત નું દ્રશ્ય


નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું.

રાષ્ટ્રપતિએ કહ્યું, ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં થયેલા મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને તમામ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં એક અકસ્માતને કારણે થયેલી જાન-માલની હાનિ વિશે જાણીને ઊંડું દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે તેમની ઊંડી સંવેદનાઓ છે. ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ટિહરી જિલ્લામાં આજે વહેલી સવારે 4:30 વાગ્યે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે 26 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande