મોદીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી, વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપવા પર ચર્ચા
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે મનીલામાં થાઈલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચર્નવિરાકુલ સાથે મુલાકાત કરી અને તેમને પદભાર સંભાળવા બદલ વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવતા તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપી. બંને નેતાઓએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, થાઈલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચર્નવિરાકુલ સાથે મુલાકાત કરી


નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે મનીલામાં થાઈલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચર્નવિરાકુલ સાથે મુલાકાત કરી અને તેમને પદભાર સંભાળવા બદલ વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવતા તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપી. બંને નેતાઓએ ભારત અને થાઈલેન્ડ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વેપાર, સંરક્ષણ અને સુરક્ષા, જોડાણ અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં નવો વેગ આપવાના ઉપાયો પર ચર્ચા કરી.

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા મંચ ‘એક્સ’ પર મુલાકાતની તસવીરો સહિયારી કરતા કહ્યું કે, ભારત અને થાઈલેન્ડ દરિયાઈ પડોશી છે અને સદીઓ જૂના સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ તથા આધ્યાત્મિક પરંપરાઓથી જોડાયેલા છે. તેમણે કહ્યું કે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વિવિધ ક્ષેત્રોમાં નવો વેગ આપવાની રીતો પર વિચાર-વિમર્શ થયો.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત 23મી ભારત-આસિયાન શિખર સંમેલન અને 21મી પૂર્વી એશિયા શિખર સંમેલનથી અલગ થઈ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી મોદીની એપ્રિલ 2025માં થાઈલેન્ડ યાત્રા દરમિયાન બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર પહોંચાડવામાં આવ્યા હતા.

બેઠકમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, જોડાણ, ડિજિટલ ટેકનોલોજી અને નાણાકીય ટેકનોલોજી, સંસ્કૃતિ, પ્રવાસન અને બંને દેશોના લોકો વચ્ચેના પરસ્પર સંપર્કને વધુ મજબૂત કરવાની રીતો પર ચર્ચા થઈ.

બંને પ્રધાનમંત્રીઓએ બિમ્સ્ટેક, હિંદ મહાસાગર રિમ એસોસિએશન (આઈઓઆરએ), મેકોંગ-ગંગા સહયોગ અને આસિયાનના નેતૃત્વ હેઠળના પ્રાદેશિક મંચો પર મળીને કામ કરવાના મહત્વને પણ રેખાંકિત કર્યું.

તેમણે પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું તથા ભારત-થાઈલેન્ડ ભાગીદારીને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને થાઈલેન્ડ વચ્ચે સભ્યતા અને સાંસ્કૃતિક વારસો, લોકો વચ્ચેનો સંપર્ક અને પરસ્પર વિશ્વાસ પર આધારિત જૂની મિત્રતા છે. થાઈલેન્ડ ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને આસિયાન સાથેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ મહત્વપૂર્ણ ભાગીદાર છે. ---------------

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande