રક્ષામંત્રી 18-19 નવેમ્બરના રોજ ટોક્યો પ્રવાસે જશે, જાપાની સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે
ટુ પ્લસ ટુ વાર્તામાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) રક્ષામંત્રી રાજનાથ સિંહ, 18 થી 19 નવેમ્બર સુધી જાપાનની સત્તાવાર મુલાકાતે જશે અને આ દરમિયાન જાપાનના વિદેશ અને સંરક્ષણ
રક્ષામંત્રી રાજનાથ સિંહ


- ટુ પ્લસ ટુ વાર્તામાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે

નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) રક્ષામંત્રી રાજનાથ સિંહ, 18 થી 19 નવેમ્બર સુધી જાપાનની સત્તાવાર મુલાકાતે જશે અને આ દરમિયાન જાપાનના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની 2 પ્લસ 2 વાર્તાની ચોથી આવૃત્તિમાં ભાગ લેશે. તેઓ જાપાનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. આ વાર્તામાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે તથા પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર વિચારોનું આદાન-પ્રદાન થશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, જાપાનના સંરક્ષણ મંત્રી શિંજિરો કોઇઝુમી અને વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગી સાથે ટોક્યોમાં આયોજિત થનારી આ 2 પ્લસ 2 મંત્રીસ્તરીય વાર્તાની સહ-અધ્યક્ષતા કરશે. આ વાર્તામાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે, પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર વિચારોનું આદાન-પ્રદાન થશે અને સ્વતંત્ર, ખુલ્લા, સર્વસમાવેશક તથા નિયમો પર આધારિત હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવામાં આવશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી વચ્ચે થનારી દ્વિપક્ષીય વાતચીત આ વર્ષની ત્રીજી બેઠક હશે. બંને મંત્રીઓ ઓગસ્ટમાં નવી દિલ્હીમાં થયેલી વાતચીત અને ઓક્ટોબરમાં સેબુમાં 'આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક-પ્લસ' દરમિયાન થયેલી ચર્ચાઓને આગળ વધારતા સંરક્ષણ ઉપકરણો અને ટેકનોલોજીમાં સહયોગ, દરિયાઈ સુરક્ષા, ત્રણેય સેનાઓના સંયુક્ત અભ્યાસોના વ્યાપને વધારવા, તેમની જટિલતા તથા ઔદ્યોગિક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર વિચાર-વિમર્શ કરશે. ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી છે, જે સહિયારા લોકશાહી મૂલ્યો, પરસ્પર વિશ્વાસ અને સમાન વ્યૂહાત્મક હિતો પર આધારિત છે. રક્ષામંત્રીની મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તથા બંને દેશો વચ્ચે કાર્યકારી અને ઔદ્યોગિક સુમેળ વધારવાની રૂપરેખા તૈયાર કરવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીત નિગમ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande