વડાપ્રધાને મનીલામાં ખાલસા દીવાન ગુરુદ્વારાની મુલાકાત લીધી
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે ફિલિપાઈન્સની રાજધાની મનીલા સ્થિત ઐતિહાસિક ''ખાલસા દીવાન ગુરુદ્વારા''ની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, મનીલાના ગુરુદ્વારા ખાલસા દીવાનમાં આવીને ખૂબ જ ધન્યતા અનુભવ
મનીલામાં ખાલસા દીવાન ગુરુદ્વારામાં પ્રધાનમંત્રી મોદી


નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે ફિલિપાઈન્સની રાજધાની મનીલા સ્થિત ઐતિહાસિક 'ખાલસા દીવાન ગુરુદ્વારા'ની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, મનીલાના ગુરુદ્વારા ખાલસા દીવાનમાં આવીને ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યો છું. આ ફિલિપાઈન્સનું સૌથી જૂનું ગુરુદ્વારા છે. 'ખાલસા દીવાન ગુરુદ્વારા' એક સદીથી પણ વધુ સમયથી ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના જીવંત સાંસ્કૃતિક સંબંધો અને લોકોના પરસ્પર જોડાણનું પ્રતીક રહ્યું છે. તેમણે મનીલામાં આ ગુરુદ્વારાના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું.

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી આસિયાન-ભારત શિખર સંમેલન અને 21મી પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે સોમવારે ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચ્યા છે.

મનીલા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર, ફિલિપાઈન્સના માહિતી અને સંચાર ટેકનોલોજી વિભાગના સચિવ રોબર્ટ જોસેફ ‘જય’ મોન્ટેસ ડી ક્લારોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભારતીય સમુદાયના લોકોએ વંદે માતરમ્ ના નારા લગાવીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બાળકોએ સંસ્કૃત મંત્રોનું ઉચ્ચારણ કર્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande