મનીલાના ઐતિહાસિક ખાલસા દીવાન ગુરુદ્વારાનો પુનઃવિકાસ, શીખ વારસાના સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ: ભાજપ
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) ભાજપના સાંસદ તરુણ ચુગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફિલિપાઈન્સની રાજધાની મનીલા સ્થિત ઐતિહાસિક ખાલસા દીવાન ગુરુદ્વારામાં શીશ ઝુકાવવા અને તેના પુનઃવિકાસનો શિલાન્યાસ કરવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે,
ભાજપના સાંસદ તરુણ ચુગ


નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) ભાજપના સાંસદ તરુણ ચુગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફિલિપાઈન્સની રાજધાની મનીલા સ્થિત ઐતિહાસિક ખાલસા દીવાન ગુરુદ્વારામાં શીશ ઝુકાવવા અને તેના પુનઃવિકાસનો શિલાન્યાસ કરવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીનું આ પગલું, શીખ ગુરુઓની મહાન પરંપરા અને શીખ સમુદાય પ્રત્યેના તેમના ઊંડા સન્માન, શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક છે.

તરુણ ચુગે જણાવ્યું કે, આ પહેલ માત્ર કોઈ ધાર્મિક સ્થળના પુનઃવિકાસ સુધી મર્યાદિત નથી પરંતુ ભારતની ગૌરવશાળી વિરાસતને સુરક્ષિત રાખવાનો અને શીખ ગુરુઓના મહાન સંદેશને આગળ વધારવાનો સંકલ્પ છે. શીખ ગુરુઓએ સમગ્ર માનવતાને સમાનતા, ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો છે. તેમનો સંદેશ 'માનસ કી જાત સબૈ એકૈ પહચાનબો' આજે પણ સમગ્ર વિશ્વ માટે સુસંગત છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શીખ સમુદાય પ્રત્યેનું સન્માન માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. વિશ્વના કોઈપણ ખૂણે વસતા શીખ ભાઈ-બહેનો પ્રત્યે તેમનો સ્નેહ, સંવેદનશીલતા અને જોડાણ સતત જોવા મળે છે. ચુગે જણાવ્યું કે, મનીલાના ઐતિહાસિક ખાલસા દીવાન ગુરુદ્વારાના પુનઃવિકાસની પહેલ શીખ સમુદાયના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની સાથે સાથે આવનારી પેઢીઓને ગુરુ સાહેબોના શિક્ષણ સાથે જોડવાનું માધ્યમ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande