એકતા ગ્રીન સિટી પાસે 15 પરિવારો માટે 100 સ્ટ્રીટલાઇટ !!
Gujarat, 02 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટલાઇટની સુવિધા પૂરી પાડવાના મુદ્દે પક્ષપાત થતો હોવાના આક્ષેપ સાથે સામાજિક અગ્રણી અમિત ખોડાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. એરપોર્ટ અને માધવાણી કોલેજ પાછળ આવેલા એકતા ગ્ર
એકતા  ગ્રીન  સિટી  પાસે  15 પરિવારો  માટે  100  સ્ટ્રીટલાઇટ !!


એકતા  ગ્રીન  સિટી  પાસે  15 પરિવારો  માટે  100  સ્ટ્રીટલાઇટ !!


એકતા  ગ્રીન  સિટી  પાસે  15 પરિવારો  માટે  100  સ્ટ્રીટલાઇટ !!


Gujarat, 02 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટલાઇટની સુવિધા પૂરી પાડવાના મુદ્દે પક્ષપાત

થતો હોવાના આક્ષેપ સાથે સામાજિક અગ્રણી અમિત ખોડાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. એરપોર્ટ

અને માધવાણી કોલેજ પાછળ આવેલા એકતા ગ્રીનસિટી તથા કુબેર ફાર્મહાઉસ તરફ જતા

માર્ગ પર માત્ર 10થી 15 પરિવારોની વસ્તી વચ્ચે અંદાજે 100 સ્ટ્રીટ લાઇટના થાંભલા લગાવવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે. બીજી તરફ, શહેરના જૂના વિસ્તારો અને માછીમારોની વસ્તી

ધરાવતા વિસ્તારોમાં પૂરતી લાઇટની સુવિધા ન

હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો છે.

જ્યાં હજારો લોકો રહે છે ત્યાં અંધારપટ

અમિત ખોડાના જણાવ્યા મુજબ, ખાપટ, જુબેલી, છાયા, રાતડી અને ધરમપુર જેવા વિસ્તારોમાં મોટી વસ્તી હોવા છતાં પૂરતી સ્ટ્રીટલાઇટની સુવિધા ઉપલબ્ધ નથી. લકડી બંદર થી સુભાષનગર (ઝાવર) સુધીના માર્ગ પર

લાઇટના અભાવે અકસ્માતનું જોખમ રહેતું હોવાનો

પણ તેમણે આક્ષેપ કર્યો છે. માછીમારોની

મોટી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં તાત્કાલિક

લાઇટિંગની વ્યવસ્થા કરવાની તેમણે માંગ કરી છે.પોરબંદરના સ્મશાનમાં પણ પૂરતી લાઇટની સુવિધા ન હોવાનો મુદ્દો ઉઠાવી તેમણે

સવાલ કર્યો હતો કે, એક તરફ જરૂરી વિસ્તારો અંધારામાં છે ત્યારે નવા પ્લોટિંગ અને ફાર્મહાઉસ

તરફના માર્ગ પર આટલી મોટી સંખ્યામાં થાંભલા કયા

આધારે લગાવવામાં આવ્યા છે?

ખાનગી પ્લોટિંગમાં સરકારીખર્ચે સુવિધાનો આક્ષેપ

એકતા ગ્રીન સિટી અને કુબેર ફાર્મહાઉસ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટની સુવિધા ઊભી

કરવાથી ખાનગી પ્લોટિંગના માલિકો અને બિલ્ડરોને ફાયદો થતો હોવાનો આક્ષેપ અમિત ખોડાએ કર્યો છે. તેમણે મનપાના ડેપ્યુટી

કમિશનર મનન ચતુર્વેદી સહિતના જવાબદાર અધિકારીઓ

સમક્ષઆ મુદ્દે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.તેમણે જણાવ્યું હતું કે પ્રજાના ટેક્સના

નાણાંનો ઉપયોગ પહેલાં જ્યાં ખરેખર જરૂરિયાત છે

તેવા વિસ્તારોમાં થવો જોઈએ. સુભાષનગર, ખાપટ અને અન્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની

સુવિધા ઊભી કરવાની પણ તેમણે માંગ કરી છે.

મનપાએ શું સ્પષ્ટતા કરી?

આ અંગે મનપાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સરકારની

આઉટર ગ્રોથ યોજના હેઠળ ધરમપુર, ખાપટ, રતનપર અને દિગ્વિજયગઢ

સહિતનાં વિસ્તારોનો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત ભૂગર્ભ ગટર, રસ્તા સહિતનાં વિકાસ કાર્યો માટે જોગવાઈ છે.ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ જ

રસ્તાનું કામ શક્ય બને છે. તેમણે વધુમાં જણાવ્યું

હતુંકે સ્ટ્રીટલાઇટ માટે પણ ગ્રાન્ટની

જોગવાઈ છે, પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ શહેરના આંતરિક વિસ્તારોમાં કરી શકાતો નથી. તેનો ઉપયોગ આઉટર ગ્રોથ હેઠળ આવતા વિસ્તારોમાં

કરવાનો હોય છે.ખાનગી પ્લોટિંગમાં પણ મહાનગરપાલિકાના ખર્ચે સ્ટ્રીટલાઇટના થાંભલા લગાવવામાં

આવ્યા હોવાના આક્ષેપ અંગે ડેપ્યુટી

કમિશનરે જણાવ્યુંહતું કે, આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હવે ખાનગી પ્લોટિંગમાં સ્ટ્રીટલાઇટ લગાવવાના કામમાં નિયમોનું

પાલન થયું છે કે નહીં અને તપાસમાં શું બહાર

આવે છે તેના પર સૌની નજર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande