મંડળ રેલવે પ્રબંધકે ભાવનગર–જેતલસર અને રિબડા રેલખંડનું કર્યું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ યાત્રી સુવિધાઓ
ભાવનગર, 02 નવેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્મા દ્વારા 31 ઓક્ટોબર, 2026ના રોજ ભાવનગર–જેતલસર અને રિબડા રેલખંડનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ગોંડલ, વ
યાત્રી સુવિધાઓ, સંરક્ષા, સ્વચ્છતા અને રેલવે સંચાલન વ્યવસ્થાઓની સમીક્ષા કરી


ભાવનગર, 02 નવેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્મા દ્વારા 31 ઓક્ટોબર, 2026ના રોજ ભાવનગર–જેતલસર અને રિબડા રેલખંડનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ગોંડલ, વીરપુર અને નવાગઢ રેલવે સ્ટેશનોની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ તથા વિવિધ સંચાલન વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

આ અંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નિરીક્ષણ દરમિયાન મંડળ રેલવે પ્રબંધકે રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સ્ટેશન પરિસરની સ્વચ્છતા, પ્લેટફોર્મની સ્થિતિ, મુસાફરોની અવરજવર તેમજ સંરક્ષા અને સંચાલન સંબંધિત વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત રેલખંડમાં આવેલા સમપાર ફાટકો (LC Gates), રોડ ઓવર બ્રિજ (ROB), રોડ અંડર બ્રિજ (RUB) તથા અન્ય રેલવે માળખાકીય સુવિધાઓની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

મંડળ રેલવે પ્રબંધકે મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક સેવાઓ પૂરી પાડવા, રેલવે પરિસરોમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તેમજ રેલવે સંચાલનમાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સંબંધિત અધિકારીઓને તમામ વ્યવસ્થાઓ નિર્ધારિત ધોરણો અનુસાર સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.

નિરીક્ષણ દરમિયાન મંડળ રેલવે પ્રબંધકે રેલવે મુસાફરો સાથે સંવાદ પણ કર્યો હતો. આ દરમિયાન મુસાફરોએ રેલવે દ્વારા કરવામાં આવી રહેલાં કાર્યોની પ્રશંસા કરી હતી અને પોતાના સૂચનો રજૂ કર્યા હતા. ડીઆરએમ શ્રી વર્માએ મુસાફરોના સૂચનો પર વહેલી તકે કાર્યવાહી કરવાનો તેમજ રેલવે વહીવટીતંત્ર દ્વારા યાત્રી સુવિધાઓમાં વધુ વધારો કરવાનો આશ્વાસન આપ્યું હતું.

નિરીક્ષણ દરમિયાન મંડળ રેલવે પ્રબંધકે વિવિધ વિભાગોના અધિકારીઓ અને પર્યવેક્ષકોને જરૂરી દિશા-નિર્દેશ આપતાં વિકાસ અને સુધારણા સંબંધિત કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તથા યાત્રી સુવિધાઓમાં સતત સુધારો સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

આ પ્રસંગે મંડળના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા સંબંધિત પર્યવેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande