વોલીબોલમાં આર્ય કન્યા ગુરુકુળની દીકરીઓનો દબદબો
Gujarat, 02 નવેમ્બર (હિ.સ.) : ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી મહાનગરપાલિકા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુળની ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં અંડર-17 વિભા
વોલીબોલમાં  આર્ય  કન્યા ગુરુકુળની  દીકરીઓનો  દબદબો.


Gujarat, 02 નવેમ્બર (હિ.સ.) : ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી મહાનગરપાલિકા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં આર્ય કન્યા

ગુરુકુળની ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓએ

શાનદાર પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું

છે. સ્પર્ધામાં અંડર-17 વિભાગમાં આર્ય કન્યા ગુરુકુળની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ઓપન એજ ગ્રુપની બે ટીમોએ દ્વિતીય સ્થાન મેળવી

સફળતા હાંસલ કરી હતી. આ તમામ વિદ્યાર્થીનીઓની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતાં

શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે.

અંડર-17 ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું

મહાનગરપાલિકા કક્ષાની વોલીબોલ

સ્પર્ધામાં અંડર-17 વિભાગમાં કિંજલ આગઠ, રશ્મિ

ભાટુ, મૈત્રી ઓડેદરા, આનંદી ઓડેદરા, ધારા ખુંટી, લક્ષ્મી લાખણોત્રા, જાનવી લાબડિયા, કલ્પનાચાવડા, માન્યતા સુંડાવદરા, શ્રીયા

વિસાણા, રોશની ઓડેદરા અને નિશા મોઢવાડિયાએ

ઉત્કૃષ્ટરમતનું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન

પ્રાપ્ત કર્યું હતું.ઓપન

એજ ગ્રુપમાં જીયા રવશી, અંજલીબા જાડેજા, ક્રિષ્ના ઓડેદરા, યશવી

મોઢવાડિયા, ભારતી મુશાર, ચૈતાલી ખિસ્તરીયા, વૈદેહી પુરોહિત, સ્નેહા ઠાકર,

જાગૃતિ પરમાર, પ્રાંજલ જોગાનંદી, પલક કેશવાલા અને શ્રેયા સિસોદિયાએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.

ઓપન એજ ગ્રુપની બંને ટીમોએ દ્વિતીય સ્થાન

પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.આર્ય કન્યા ગુરુકુળ દ્વારા

વિદ્યાર્થીનીઓની આંતરિકપ્રતિભાને

ઉજાગર કરવા માટે સમયાંતરે વિવિધ રમતોની તાલીમ,

માર્ગદર્શન અને સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ સતત પ્રયાસોના પરિણામે વિદ્યાર્થીનીઓએ વોલીબોલ સ્પર્ધામાં નોંધપાત્ર સફળતા

મેળવી છે.હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે ખેલાડીઓ ઉત્સાહિત છે.

વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ ટ્રસ્ટી જુહી ચાવલા મહેતા, કમલબેન મહેતા, ઉમાબેન મહેતા, સેક્રેટરી સુરેશભાઈ કોઠારી અને

યોગેશભાઈ શાહે કોચ નિરાલીબેન ઓડેદરા સહિત તમામ વિજેતા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી આગામી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે

શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આચાર્ય ડૉ. રંજના

મજીઠિયાએ વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ અંગે આનંદ વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande