દેશલપર-હાજીપીર રોડ પર ટ્રાફિકનો મહાજામ સર્જાયો
- મીઠાનું ટ્રેલર રસ્તા વચ્ચે ખોટકાતાં 15 કિમી સુધી વાહનોની લાંબી કતારો, બાઈકચાલકોને ટ્રેલર નીચેથી પસાર થવાની નોબત આવી કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) કચ્છના દેશલપર-હાજીપીર સ્ટેટ હાઈવે પર આજે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતાં વાહનચાલકો અને મુસાફર
હાજીપીર માર્ગ વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો


હાજીપીર માર્ગ વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો


હાજીપીર માર્ગ વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો


હાજીપીર માર્ગ વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો


હાજીપીર માર્ગ વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો


- મીઠાનું ટ્રેલર રસ્તા વચ્ચે ખોટકાતાં 15 કિમી સુધી વાહનોની લાંબી કતારો, બાઈકચાલકોને ટ્રેલર નીચેથી પસાર થવાની નોબત આવી

કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) કચ્છના દેશલપર-હાજીપીર સ્ટેટ હાઈવે પર આજે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતાં વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા. મીઠા ભરેલું એક ટ્રેલર રસ્તાની વચ્ચોવચ અચાનક ખોટકાઈ જતાં હાઈવે પર અવરજવર અટકી પડી હતી. ટ્રેલર રસ્તાની વચ્ચે જ ફસાઈ જવાથી માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી, જે અંદાજે 15 કિલોમીટર સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે.

આ ટ્રાફિક જામની સ્થિતિ એટલી ગંભીર બની હતી કે નાના વાહનચાલકો માટે પણ આગળ વધવું મુશ્કેલ બની ગયું હતું. ખાસ કરીને મોટરસાયકલ ચાલકોને રસ્તો ન મળતાં કેટલાક લોકોએ જોખમ ઉઠાવીને બંધ પડેલા ટ્રેલરની નીચેથી પોતાનાં બાઈક પસાર કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન અન્ય લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા અને ટ્રેલરની નીચેથી બાઈક પસાર કરાવવામાં સહયોગ આપતા જોવા મળ્યા હતા. જોકે, આવી સ્થિતિમાં થોડી પણ બેદરકારી ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે તેમ હોવાથી આ દૃશ્યો માર્ગ પરની મુશ્કેલીની ગંભીરતા દર્શાવે છે.

હાજીપીર તરફ જતાં નવા માર્ગ પર મીઠા ભરેલાં ભારે વાહનોની સતત અવરજવર વચ્ચે આ પ્રકારની સમસ્યા હવે સ્થાનિકો અને રોજિંદા મુસાફરો માટે ચિંતાનો વિષય બની રહી છે. ટ્રકો અને ટ્રેલરોની અવરજવરને કારણે સામાન્ય વાહનચાલકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ સર્જાતાં નોકરી-ધંધા માટે જતા લોકો, સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય મુસાફરોનો કિંમતી સમય બગડે છે અને ઇમરજન્સી સેવાઓને પણ અસર થવાની આશંકા રહે છે.

બીજી તરફ, ઓવરલોડ ભારે વાહનોની અવરજવરથી માર્ગની સ્થિતિ પર પણ વિપરીત અસર થતી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે. નવા બનેલા રસ્તાઓ પર પણ ભારે વાહનોના ભારણને કારણે ટૂંકા ગાળામાં નુકસાન થતું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ બનાવે ફરી એકવાર દેશલપર-હાજીપીર માર્ગ પર ભારે વાહનોની અવરજવર, ઓવરલોડિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે સવાલો ઊભા કર્યા છે. રસ્તા પર વાહનવ્યવહાર સુચારુ રહે, ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને સામાન્ય જનતાને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે તે માટે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande