પોરબંદર જિલ્લાના બખરલા ગામના પ્રગતિશીલ ખેડૂતને દેશી ગાયની ખરીદી માટે રૂ. 28 હજારની સહાય એનાયત
Gujarat, 02 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાતિયા ગામે પીએમ કિસાન ઉત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને મહાનુભાવોના હસ્તે સહાયના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવા
પોરબંદર  જિલ્લાના  બખરલા  ગામના  પ્રગતિશીલ   ખેડૂતને  દેશી ગાયની  ખરીદી માટે રૂ. 28 હજારની  સહાયનો  પેમેન્ટ  ઓર્ડર  એનાયત.


Gujarat, 02 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાતિયા ગામે પીએમ કિસાન ઉત્સવ

યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને

મહાનુભાવોના હસ્તે સહાયના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બખરલા ગામના પ્રાકૃતિક ખેડૂત

હિતેષભાઈ કેશુભાઈ ખૂંટીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી દેશી ગાયની

ખરીદી માટેની સહાય યોજના અંતર્ગત રૂ. 28,000 સહાયનો પેમેન્ટ ઓર્ડર એનાયત કરવામાં આવ્યો

હતો.

સહાય પ્રાપ્ત થતાં પ્રગતિશીલ ખેડૂત શ્રી

હિતેષભાઈ ખૂંટીએ ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકાર

દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અમલી બનાવવામાં આવેલી સહાય યોજનાઓ

ખેડૂતો માટે આર્થિક રીતે મદદરૂપ બની રહી છે. દેશી ગાયની ખરીદી માટે મળેલી આ સહાયથી

પશુપાલનમાં અને તેના નિભાવનમાં મદદ મળશે.

દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવવાથી જમીનની

ફળદ્રુપતા જાળવવામાં મદદ મળે છે તેમજ ખેતી વધુ ટકાઉ અને પર્યાવરણલક્ષી બને છે.

સરકારની આવી પ્રોત્સાહક યોજનાઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા

પૂરી પાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande