દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી નથી મળી રહી રાહત, એક્યુઆઈ 279 પર પહોંચ્યો
નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરમાં, વાયુ પ્રદૂષણનું સ્તર એકવાર ફરી ચિંતા વધારવા લાગ્યું છે. શનિવારની સવારે દિલ્હીની હવા ''ખરાબ'' શ્રેણીમાં નોંધાઈ. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડાઓ અનુસાર, સવ
સાંકેતિક


નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરમાં, વાયુ પ્રદૂષણનું સ્તર એકવાર ફરી ચિંતા વધારવા લાગ્યું છે. શનિવારની સવારે દિલ્હીની હવા 'ખરાબ' શ્રેણીમાં નોંધાઈ.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડાઓ અનુસાર, સવારે 7 વાગ્યે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 279 રેકોર્ડ કરવામાં આવ્યો. વળી, રાજધાનીના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 300ને પાર પહોંચી ગયું, જ્યાં હવા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં બની રહી છે.

દિલ્હીના કેટલાક પ્રમુખ વિસ્તારોમાં વાયુ ગુણવત્તાની સ્થિતિ અત્યંત ચિંતાજનક રહી. એમ્સમાં એક્યુઆઈ 369 અને ચાંદની ચોકમાં 365 નોંધાયો. આ ઉપરાંત વજીરપુરમાં 332, આનંદ વિહારમાં 327, આઈઆઈટી દિલ્હીમાં 308 અને બવાનામાં 304 એક્યુઆઈ રેકોર્ડ કરવામાં આવ્યો. આ વિસ્તારોમાં હવા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં પહોંચી ગઈ છે.

વળી, આરકે પુરમાં એક્યુઆઈ 274, આઈજીઆઈ એરપોર્ટ (ટી-3) પર 242, નજફગઢમાં 236, નરેલામાં 245 અને દ્વારકા સેક્ટર-8માં 241 નોંધાયો. આ ક્ષેત્રોમાં હવાઓની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં બની રહી છે.

દિલ્હીની સાથે-સાથે એનસીઆરના શહેરોમાં પણ પ્રદૂષણથી રાહત મળી રહી નથી. શનિવારે ગાઝિયાબાદનો એક્યુઆઈ 244 અને નોઈડાનો 255 નોંધાયો. વળી, ગ્રેટર નોઈડામાં એક્યુઆઈ 197 રેકોર્ડ થયો. જોકે, નોઈડાના સેક્ટર-62માં સ્થિતિ વધુ ગંભીર રહી, જ્યાં એક્યુઆઈ 343 સુધી પહોંચી ગયો અને હવા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાઈ.

જણાવી દઈએ કે, એક્યુઆઈનું સ્તર 0થી 50 સુધી સારું, 51થી 100 સંતોષકારક, 101થી 200 મધ્યમ, 201થી 300 ખરાબ, 301થી 400 ખૂબ જ ખરાબ અને 401થી 500 ગંભીર શ્રેણીમાં માનવામાં આવે છે.

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)ના પહેલા અને બીજા તબક્કાના પ્રતિબંધો લાગુ છે. જોકે, 17 નવેમ્બરે વાયુ ગુણવત્તામાં અસ્થાયી સુધારાને જોતા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગ (સીએક્યુએમ)એ જીઆરએપીના ત્રીજા તબક્કાના પ્રતિબંધો હટાવી દીધા હતા. ત્યારબાદ શાળાઓમાં તમામ ધોરણો માટે ઓફલાઇન અભ્યાસ પણ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો હતો.

હવામાનમાં ફેરફાર અને હવાની માદી ગતિના કારણે આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશેષજ્ઞો અનુસાર, હવાની ગતિ વધવાથી પ્રદૂષક તત્વોના ફેલાવામાં મદદ મળી શકે છે. પરંતુ ઠંડી વધવાની સાથે હવાની રફતાર ઘટી તો દિલ્હી-એનસીઆરમાં સ્મોગ અને પ્રદૂષણની સમસ્યા ગંભીર થઈ શકે છે.

આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ પ્રદૂષણ નિયંત્રણના ઉપાયોની સમીક્ષા કરી છે. તેમણે સંબંધિત વિભાગોને રસ્તાઓની નિયમિત સફાઈ, નિર્માણ સ્થળો પર ધૂળ નિયંત્રણ અને પ્રદૂષણના વિવિધ સ્ત્રોતો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. હાલ દિલ્હી-એનસીઆરના લાખો લોકોને પ્રદૂષણથી રાહત મળવાની રાહ છે.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande