ભારતીય સંસ્કૃતિ અને સનાતન ચિંતનમાં જ માનવતાને દિશા આપવાની ક્ષમતા : મોહન ભાગવત
ભગવતી દેવી શર્માની સ્મૃતિમાં સ્મારક ટપાલ ટિકિટનું પણ વિમોચન થયું હરિદ્વાર, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે શનિવારે જણાવ્યું હતું કે, સનાતન અંગે કોઈ પણ પ્રકારની શંકા કે ચિંતા કરવાની જરૂર નથી. વર્
માતા ભગવતી દેવી શર્માજી તથા અખંડ દીપ શતાબ્દી વર્ષ સમારોહનું દીપ પ્રાગટ્ય કરતા મોહન ભાગવત


- ભગવતી દેવી શર્માની સ્મૃતિમાં સ્મારક ટપાલ ટિકિટનું પણ વિમોચન થયું

હરિદ્વાર, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે શનિવારે જણાવ્યું હતું કે, સનાતન અંગે કોઈ પણ પ્રકારની શંકા કે ચિંતા કરવાની જરૂર નથી. વર્તમાન વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે અને આ સમસ્યાઓના ઉકેલ માટે દુનિયાની નજર ભારત તરફ છે, કારણ કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ચિંતનમાં જ માનવતાને દિશા આપવાની ક્ષમતા રહેલી છે.

ડૉ. ભાગવત અહીં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી યોજાયેલા માતા ભગવતી દેવી શર્માજી તથા અખંડ દીપ શતાબ્દી વર્ષ સમારોહના એક સત્રને સંબોધિત કરી રહ્યા હતા. ડૉ. ભાગવતે જણાવ્યું હતું કે, સો વર્ષ પૂરા કરવા કોઈપણ સંઘ કે સંસ્થા માટે આસાન હોતા નથી અને તેને શિસ્તબદ્ધ રીતે આગળ વધારવું તેનાથી પણ મોટો પડકાર છે. તેમણે કહ્યું કે, ઈશ્વરીય કાર્યોના સંચાલન માટે ભગવાન ખુદ સામે આવતા નથી, પરંતુ યોગ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓને તેનો યશ અને ઉત્તરદાયિત્વ પ્રદાન કરે છે. આ દરમિયાન માતા ભગવતી દેવી શર્માના જન્મશતાબ્દી સમારોહના અવસરે તેમના તપ, ત્યાગ, સેવા અને માતૃત્વથી ઓતપ્રોત જીવનની સ્મૃતિમાં વિશેષ સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું.

સરસંઘચાલકે જણાવ્યું કે, કોઈ સંસ્થાના સો વર્ષ પૂરા થવાની યાત્રામાં ઉપેક્ષા અને પડકારોનો સામનો કરવો પડે છે, પરંતુ સાતત્યપૂર્ણ સેવા અને સમર્પણ પછી સમાજનો ટેકો, વિશ્વાસ અને માન્યતા પણ પ્રાપ્ત થાય છે. તેમણે સંઘ અને ગાયત્રી પરિવારના કાર્યોને ઈશ્વરીય ઉદ્દેશ્ય સાથે જોડાયેલા જણાવતા કહ્યું કે આવા કાર્યોનો સતત વિસ્તાર અને સફળ થવું તેમની સ્વાભાવિક નિયતિ છે. કાર્યકરોનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, હનુમાનજી આખી દુનિયાના સેવાભાવી કાર્યકરો માટે આદર્શ છે. જે પ્રકારે તેમણે સ્વયંને રામકાર્યમાં સમર્પિત કર્યા, તે જ પ્રકારે દરેક કાર્યકરે સનાતન સંસ્કૃતિ અને સમાજ નિર્માણના કાર્યને સમર્પણ સાથે આગળ વધારવું જોઈએ.

આ પહેલા, જન્મશતાબ્દી સમારોહમાં વૈદિક મંત્રોના પાઠ, બેન્ડ તેમજ શંખનાદ સાથે ત્રણ કળશોના પ્રવેશ સાથે સમારોહનો વિધિવત પ્રારંભ થયો. આ કળશ ગાયત્રી પરિવારના સંસ્થાપક પં. શ્રીરામ શર્માની જન્મભૂમિ આંતલખેડા (આગ્રા), તપોભૂમિ મથુરા તેમજ કર્મભૂમિ હરિદ્વારના વિવિધ ક્ષેત્રોમાં જાગૃતિ ફેલાવતા સમારોહ સ્થળે પહોંચ્યા. જ્યાં વરિષ્ઠ કાર્યકરોએ મંગળ આરતી કરીને સ્વાગત કર્યું. ટપાલ ટિકિટ સમારોહ કાર્યક્રમની અધ્યક્ષતા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શૈલદીદીએ કરી.

જન્મશતાબ્દી સમારોહના દલનાયક ડૉ. ચિન્મય પંડ્યાએ જણાવ્યું કે, આ આયોજન સૌભાગ્યના ઉદયનો ઐતિહાસિક) અવસર લઈને આવ્યું છે. તેમણે મહર્ષિ અરવિંદના કથનનું સ્મરણ કરતા કહ્યું કે વર્ષ 2026 ઇતિહાસના પાનાઓમાં દિવ્ય જ્યોતિના અવતરણના વર્ષ તરીકે ઓળખાશે. પરમ વંદનીયા માતા ભગવતી દેવી શર્માના વ્યક્તિત્વ અને કર્તૃત્વ ને યાદ કરતા ડૉ. પંડ્યાએ જણાવ્યું કે, માતાજીનું સંપૂર્ણ જીવન તપ, ત્યાગ, સાધના અને સમાજ નિર્માણને સમર્પિત રહ્યું. માતાજીએ જે વિરાટ સંકલ્પ અને સંગઠન શક્તિ સાથે અશ્વમેધ મહાયજ્ઞોનું સંચાલન કર્યું, તે પોતાનામાં અદ્વિતીય ઉદાહરણ છે.

આ અગાઉ, સ્વામી રાજરાજેશ્વરાશ્રમે જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્થાની વાસ્તવિક આત્મા તેના ભવન, સંસાધનો અથવા વિસ્તારમાં નહીં, પરંતુ ત્યાં કાર્ય કરનાર વ્યક્તિઓના ચરિત્ર, સાધના, સમર્પણ અને જીવન-મૂલ્યોમાં રહેલી હોય છે. આની સાથે જ શ્રીહરિ સેવા ધામના પ્રમુખ સ્વામી હરિચેતનાનંદજી, આર્ષ વિદ્યા મુંદિરના અધ્યક્ષ સ્વામી પરમાત્માનંદ, સુરતગિરિ બંગલાના પરમાધ્યક્ષ સ્વામી વિશ્વેશ્વરાનંદ ગિરિ મહારાજ વગેરેએ સમારોહમાં પોતાના આશીર્વચન પ્રદાન કર્યા.

આ અવસરે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી દલનાયક ડૉ. ચિન્મય પંડ્યાએ, મહેમાનોને ગાયત્રી મહામંત્ર લખેલી ચાદર, રૂદ્રાક્ષની માળા, સ્મૃતિ ચિહ્ન વગેરે ભેટ આપીને અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન ભારત સહિત 40 દેશોથી આવેલા ગાયત્રી પરિવારના સભ્યો સહિત જિલ્લા પ્રશાસનના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. રજનીકાંત શુક્લા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande