વડા પ્રધાને બિહારમાં કરી 34,470 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની શરૂઆત
વૈશાલીના જંદાહા-રાજાપાકર ઔદ્યોગિક ક્ષેત્રથી 227 પરિયોજનાંઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ - નીતીશ સેતુ, રસ્તા, વીજળી, જળપૂરવઠો, સીવરેજ, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રની પરિયોજનાઓ સામેલ વૈશાલી, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.). વડા પ્રધાન
બિહારમાં વડાપ્રધાન મોદી


- વૈશાલીના જંદાહા-રાજાપાકર ઔદ્યોગિક ક્ષેત્રથી 227 પરિયોજનાંઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ - નીતીશ સેતુ, રસ્તા, વીજળી, જળપૂરવઠો, સીવરેજ, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રની પરિયોજનાઓ સામેલ

વૈશાલી, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, શનિવારે વિશ્વના પહેલા ગણતંત્રની ધરતી વૈશાલીના જંદાહા-રાજાપાકર ઔદ્યોગિક ક્ષેત્ર સ્થિત જાફરપટ્ટીથી બિહારને 34,470 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરી. તેમણે 227 પાયાની માળખાકીય તેમજ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું.

વડા પ્રધાને જે પરિયોજનાઓની શરૂઆત કરી તેમાં રસ્તા, રેલ, વીજળી, જળપૂરવઠો, સીવરેજ, શિક્ષણ, સ્વાસ્થ્ય, આવાસ અને શહેરી વિકાસ સાથે જોડાયેલી યોજનાઓ સામેલ છે. ગંગા નદી પર બનેલા કાચ્ચી દરગાહ-બિદુપુર પુલ (નીતીશ સેતુ) સહિત અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.

વડા પ્રધાને પ્રમુખ રસ્તાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-19 ના ઔરંગાબાદ-ચરદાહા ખંડને છ લેનનો બનાવવો, એનએચ-227 એફ ના ચોરમા-બૈરાગનિયા ખંડ અને એનએચ-327 ના ઉમગાંવ-સહરસા ખંડ સાથે સંબંધિત પરિયોજનાઓ સામેલ છે.

તેમણે 1,320 મેગાવોટની બક્સર તાપ વિદ્યુત પરિયોજનાની બીજી એકમ (660 મેગાવોટ) નું ઉદ્ઘાટન પણ કર્યું. આની સાથે જ વીજળી વિતરણ અને પ્રસારણ સાથે જોડાયેલી પાયાની માળખાકીય પરિયોજનાઓનો પણ શુભારંભ કરવામાં આવ્યો. નવાદાના ફુલવરિયા બંધ પર ફ્લોટિંગ સોલર પરિયોજના સહિત ઊર્જા ક્ષેત્રની અન્ય યોજનાઓ પણ સામેલ છે.

વડા પ્રધાને એનએચ-139 ડબલ્યુ ના સાહેબગંજ-અરેરાજ-બેતિયા ખંડને ચાર લેન બનાવવાની પરિયોજનાનો પાયો નાખ્યો. આના પર 3,800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાનું અનુમાન છે. આ ઉપરાંત પીરપૈંતી સુપર થર્મલ પાવર પરિયોજના (3×800 મેગાવોટ) થી વીજળી નિકાસ સંબંધિત પાયાના માળખાનો પાયો પણ નાખવામાં આવ્યો, જેનો અનુમાનિત ખર્ચ લગભગ 3,350 કરોડ રૂપિયા છે.

વડા પ્રધાને બેગુસરાય, બિહારશરીફ, પૂર્ણિયા, હાજીપુર, મોતિહારી, દાનાપુર, ખગડિયા, સમસ્તીપુર, બોધગયા, સીતામઢી અને સહરસા સહિત વિવિધ શહેરી ક્ષેત્રોમાં સીવરેજ તેમજ જળપૂરવઠા પરિયોજનાઓનો પાયો નાખ્યો. આ પરિયોજનાઓમાં નહેર પ્રણાલીઓનું આધુનિકીકરણ, શહેરી જળ નિકાસ, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ સાથે સંબંધિત યોજનાઓ સામેલ છે. કહલગાંવમાં લગભગ 17.47 કરોડ રૂપિયાના ખર્ચથી નિર્મિત સીવરેજ અવસંરચના પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

તેમણે ડૉ. ભીમરાવ આંબેડકર આવાસિય વિદ્યાલયો, આઈઆઈટી પટના રિસર્ચ પાર્ક, એન્જિનિયરિંગ તેમજ પૉલિટેક્નિક સંસ્થાનો તથા સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંબંધિત પાયાના માળખાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આપત્કાલીન પ્રતિક્રિયા પ્રણાલી અને પોલીસ ડેટા સેન્ટર સાથે જોડાયેલી પરિયોજનાઓ પણ આ કાર્યક્રમનો ભાગ રહી.

વડા પ્રધાને 100 પીએમ-ઈ-બસોને લીલી ઝંડી બતાવીને રવાના કરી. આનાથી રાજ્યમાં સ્વચ્છ સાર્વજનિક પરિવહનને પ્રોત્સાહન મળશે. પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 26,900 થી વધુ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા. આ શહેરી પરિવારોને આવાસ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે.

ગંગા નદી પર નિર્મિત કાચ્ચી દરગાહ-બિદુપુર કેબલ આધારિત પુલ (નીતીશ સેતુ) નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ પરિયોજનાઓ દ્વારા બિહારમાં રસ્તાનો સંપર્ક, ઊર્જા ઉત્પાદન, શહેરી સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આવાસિય પાયાના માળખાને મજબૂત કરવાની દિશામાં પહેલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande