
જમ્મુ, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર, શનિવારે સવારે સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને પકડી લીધો. સરહદી ચોકી પાસે શંકાસ્પદ ગતિવિધિ નજરે પડ્યા બાદ જવાનોએ તેને કસ્ટડીમાં લીધો. હાલમાં, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ભારતીય સરહદમાં પ્રવેશવા પાછળના તેના હેતુની ભાળ મેળવવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ એક વ્યક્તિને સરહદી ચોકી નજીક જોયો. શંકા જતાં જવાનોએ તેને પકડી લીધો. પ્રાથમિક માહિતી અનુસાર, પકડાયેલી વ્યક્તિ પાકિસ્તાની નાગરિક છે.
કસ્ટડીમાં લેવાયેલા પાકિસ્તાની નાગરિકની ઓળખ હાલ સ્પષ્ટ થઈ શકી નથી. સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર મામલાની તપાસમાં જોતરાયેલી છે. પૂછપરછ પૂરી થયા બાદ જ આ ઘટના સાથે જોડાયેલી અન્ય માહિતીઓ સામે આવવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર / સુમન લતા / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ