ઉજ્જૈનમાં સાત દિવસીય 68મો અખિલ ભારતીય કાલિદાસ સમારોહ આજથી, કેન્દ્રીય પ્રવાસન મંત્રી કરશે શુભારંભ
ઉજ્જૈન, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.). મધ્યપ્રદેશની ધર્મનગરી ઉજ્જૈનમાં શનિવારે મહાકવિ કાલિદાસની સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને સમર્પિત સાત દિવસીય 68મા અખિલ ભારતીય કાલિદાસ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્ર
અખિલ ભારતીય કાલિદાસ સમારોહ-ફાઈલ ફોટો


ઉજ્જૈન, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.). મધ્યપ્રદેશની ધર્મનગરી ઉજ્જૈનમાં શનિવારે મહાકવિ કાલિદાસની સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને સમર્પિત સાત દિવસીય 68મા અખિલ ભારતીય કાલિદાસ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની ઉપસ્થિતિમાં, સાંજે 6 વાગ્યે કાલિદાસ સંસ્કૃત અકાદમી સ્થિત પં. સૂર્યનારાયણ વ્યાસ સંકુલ હોલમાં સમારોહનો શુભારંભ થશે.

સમારોહમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાલિદાસ સન્માન ‘રંગકર્મ’ (વર્ષ–2026)થી સુવિખ્યાત રંગકર્મી વાણી ત્રિપાઠી ટીક્કુને અલંકૃત કરવામાં આવશે. સમારોહ 27 નવેમ્બર સુધી કાલિદાસ સંસ્કૃત અકાદમી પરિસરમાં યોજાશે. આ દરમિયાન દેશભરના સાહિત્યકારો, સંસ્કૃતના વિદ્વાનો, રંગકર્મીઓ અને કલાકારો પોતાની પ્રસ્તુતિઓથી આયોજનને ખાસ બનાવશે.

સાત દિવસના આયોજનમાં મહાકવિ કાલિદાસના સાહિત્ય, સંસ્કૃત ભાષા અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ પર કેન્દ્રિત વિવિધ કાર્યક્રમો થશે. રાષ્ટ્રીય શોધ સંગોષ્ઠિ, સ્મૃતિ વ્યાખ્યાન, સંસ્કૃત નાટક, કાવ્યપઠન, વાદ-વિવાદ અને શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિઓ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

સમારોહમાં 22 નવેમ્બરે પંડિત સૂર્યનારાયણ વ્યાસ સ્મૃતિ વ્યાખ્યાન, 23 નવેમ્બરે મહાકવિ કાલિદાસ સ્મૃતિ વ્યાખ્યાન અને 24 નવેમ્બરે પદ્મશ્રી વાકાણકર સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે. 25 નવેમ્બરે સંસ્કૃત કવિ સમવાય અને હિન્દી નાટક રજૂ થશે. 26 નવેમ્બરે સંત સમાગમ સહિત અન્ય આયોજનો થશે. 27 નવેમ્બરે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પુરસ્કાર વિતરણ સાથે સમારોહનું સમાપન થશે.

આ વખતે સમારોહમાં અખિલ ભારતીય નૃત્ય-નાટિકા સ્પર્ધા પણ વિશેષ આકર્ષણ રહેશે. 26 નવેમ્બરે યોજાનારી આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના નૃત્ય દળો ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દળોને પાંચ લાખ, ત્રણ લાખ અને એક લાખ રૂપિયાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર આપવામાં આવશે.

સંસ્કૃતિ સંચાલક એન.પી. નામદેવે જણાવ્યું કે, સંસ્કૃતિ વિભાગના સાન્નિધ્યમાં કાલિદાસ સંસ્કૃત અકાદમી અને સમ્રાટ વિક્રમાદિત્ય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત 68મા અખિલ ભારતીય કાલિદાસ સમારોહના શુભારંભ અવસરે રંગકર્મી વાણી ત્રિપાઠી ટીક્કુને રાષ્ટ્રીય કાલિદાસ સન્માનથી અલંકૃત કરવામાં આવશે.

નામદેવે જણાવ્યું કે, રંગકર્મના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા અને શ્રેષ્ઠ ઉપલબ્ધિને સન્માનિત કરવાના ઉદ્દેશ્યથી વર્ષ 1982થી કાલિદાસ સન્માન પ્રદાન કરવામાં આવી રહ્યું છે. આ સન્માન રંગકર્મમાં અસાધારણ સર્જનાત્મકતા, ઉત્કૃષ્ટતા અને દીર્ઘ કલા-સાધનાના આધારે આપવામાં આવે છે. અત્યાર સુધી 37 વિભૂતિઓને કાલિદાસ સન્માનથી અલંકૃત કરવામાં આવી ચૂકી છે. સન્માન અંતર્ગત 5 લાખની રકમ, પ્રશસ્તિ પત્રિકા તેમજ શૉલ-શ્રીફળ પ્રદાન કરવામાં આવે છે.

ભારતીય રંગમંચની પ્રતિષ્ઠિત હસ્તી વાણી ત્રિપાઠી ટીક્કુ એક બહુઆયામી કલાકાર છે, જેમણે અભિનય, રંગમંચીય પ્રશિક્ષણ, નાટ્ય શિક્ષણ, સિનેમા અને સાહિત્યના માધ્યમથી પોતાની વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી છે. આકાદમિક અભ્યાસની સાથે-સાથે રંગમંચ પ્રત્યેની તેમની ગાઢ રૂચિ સતત વિકસિત થતી રહી, જેના પરિણામે તેમણે લિવિંગ થિયેટર અકાદમી ઓફ ડ્રામાથી રંગકર્મીનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું તથા ભારતીય રંગમંચના મહાન નિર્દેશક અને રંગગુરુ ઇબ્રાહિમ અલ્કાઝીના માર્ગદર્શનમાં અભિનયની બારીકાઈઓને આત્મસાત કરી. રંગમંચ પ્રત્યે વાણી ત્રિપાઠીની રૂચિ જગાવવામાં બેરી જૉન, માયા રાવ, બ.વ. કારંત અને ત્રિપુરારી શર્મા જેવા પ્રતિષ્ઠિત રંગકર્મીઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વિશ્વ સાહિત્યના પ્રતિષ્ઠિત નાટકકારો જેવા કે એંતોન ચેખવ, પીટર શેફર, આર્થર મિલર અને ટેનેસી વિલિયમ્સની પ્રખ્યાત રચનાઓ પર આધારિત નાટ્ય પ્રસ્તુતિઓમાં વાણી ત્રિપાઠીનો અભિનય તેમની રંગમંચીય સમજ અને કલાત્મક વિવિધતા દર્શાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande