
કોલકતા, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા છે. શનિવારે સવારે તેમનું વિમાન કલાઈકુંડામાં ઉતર્યું, જ્યાં રાજ્યના પંચાયત મંત્રી દિલીપ ઘોષે તેમનું સ્વાગત કર્યું. કલાઈકુંડાથી વડાપ્રધાન રોડ માર્ગ દ્વારા ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન (આઈઆઈટી) ખડગપુર પહોંચ્યા.
વડાપ્રધાનનો આ પ્રવાસ આઈઆઈટી ખડગપુરના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલા સમારોહમાં સામેલ થવા માટે છે. ખરાબ હવામાનના કારણે તેમના મુસાફરીના માર્ગમાં થોડો બદલાવ કરવો પડ્યો, પરંતુ તેમ છતાં તેઓ નિર્ધારિત સમયે ખડગપુર પહોંચી ગયા. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્ય પણ હાજર રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ