વડાપ્રધાને, ગુજરાત અને રાજસ્થાનમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે અલગ-અલગ માર્ગ દુર્ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું અને જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનોને, વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે અલગ-અલગ માર્ગ દુર્ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું અને જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનોને, વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી.

વડાપ્રધાને એક્સ પર લખ્યું, ગુજરાતના કચ્છ અને રાજસ્થાનના કોટામાં થયેલા, એક દુઃખદ અકસ્માતમાં લોકોના જીવ જવાની ખબરથી ખૂબ જ દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ પીડિત પરિવારજનો સાથે છે. ઇજાગ્રસ્ત લોકો વહેલી તકે સાજા થાય, એવી કામના કરું છું.

વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande