
સિલીગુડી, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.): પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બન્યા બાદ, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ રવિવારે દાર્જિલિંગના પ્રવાસે પહોંચ્યા હતા. બાગડોગરા હવાઈ મથકે ઉતર્યા બાદ તેમણે પશ્ચિમ બંગાળની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યની જનતા વિકાસ ઈચ્છે છે અને વડાપ્રધાનના નેતૃત્વમાં બંગાળને પ્રગતિના રસ્તે લઈ જવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
પિયૂષ ગોયલે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં સતત ઔદ્યોગિક રોકાણની શક્યતાઓ વધી રહી છે. હવે દેશભરની સાથેસાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકોનું ધ્યાન બંગાળ તરફ આકર્ષિત થઈ રહ્યું છે. રાજ્યમાં વેપાર અને ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે તથા લોકોના જીવન ધોરણમાં સુધારા માટે શુભેન્દુ અધિકારીની સરકાર કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે, પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ચાના બગીચાઓ સાથે જોડાયેલા લોકોને મુલાકાત કરશે. તેમને વિશ્વાસ છે કે મમતા બેનર્જીના કાર્યકાળમાં લાંબી અદાલતી કે અન્ય પ્રક્રિયાઓમાં અટવાયેલા કાર્યોમાં હવે વેગ આવશે. દાર્જિલિંગ ચાની ગુણવત્તા અને તેની જૂની ઓળખનો ઉલ્લેખ કરતા તેમણે આશા વ્યક્ત કરી કે, આગામી દિવસોમાં દાર્જિલિંગ ચા ફરી એકવાર વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ અને પ્રતિષ્ઠા સ્થાપિત કરશે.
બીજી તરફ, સોનાની ખરીદીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓનો આભાર વ્યક્ત કરવા અંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાને લોકોને વિદેશી હૂંડિયામણ ખર્ચીને સોનું નહીં ખરીદવાની અપીલ કરી હતી. દેશવાસીઓએ તેમની અપીલનું પાલન કર્યું, જેનાથી સોનાની આયાતમાં ઘટાડો થયો અને તેના ભાવમાં ઘટાડો નોંધાયો. આ માટે વડાપ્રધાને દેશની જનતાનો આભાર માન્યો છે.
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ, રવિવારે કર્સીયાંગમાં એક કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારબાદ સોમવારે તેઓ ત્યાંથી રવાના થશે.
હિન્દુસ્થાન સમાચાર / સચિન કુમાર / ગંગા રામ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ