મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના સુરત–બીલીમોરા સેક્શનમાં, ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ કાર્યરત
સુરત, 22 નવેમ્બર (હિ.સ.) : ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના સુરત–બીલીમોરા સેક્શનમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમને 20 નવેમ્બર, 2026ના રોજ સફળતાપૂર્વક વીજળીથી ચાર
ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ કાર્યરત


ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ કાર્યરત


સુરત, 22 નવેમ્બર (હિ.સ.) : ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના સુરત–બીલીમોરા સેક્શનમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમને 20 નવેમ્બર, 2026ના રોજ સફળતાપૂર્વક વીજળીથી ચાર્જ (Energise) કરવામાં આવી છે.

સલામતી અને નિર્ધારિત પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે, ટેકનિકલ ટીમોની દેખરેખ હેઠળ આ કામગીરી તબક્કાવાર નાના વિભાગોમાં કરવામાં આવશે.

આ સેક્શનમાં એલિવેટેડ ટ્રેક પર અપ અને ડાઉન એમ બંને લાઇનોનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ પ્રોજેક્ટની આગામી પરીક્ષણ પ્રક્રિયાઓ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં અદ્યતન 2 × 25 kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હાઇસ્પીડ રેલવે સિસ્ટમમાં વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી અદ્યતન ઇલેક્ટ્રિફિકેશન ટેક્નોલોજી પૈકીની એક છે.

508 કિલોમીટર લાંબા આ કોરિડોરમાં વીજળી પહોંચાડવા માટે વ્યૂહાત્મક રીતે 14 ટ્રેક્શન સબસ્ટેશન (TSS) બનાવવામાં આવ્યાં છે. આ સબસ્ટેશનો નેશનલ ગ્રીડમાંથી વીજળી મેળવશે અને હાઇસ્પીડ ટ્રેનો માટેની ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમને વીજ પુરવઠો પૂરો પાડશે.

ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરા ખાતે પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશનમાં કંટ્રોલ પેનલ, ચેન્જઓવર સ્વિચ, ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર બિલ્ડિંગ્સમાં સ્થાપન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આવેલા ટ્રેક્શન સબસ્ટેશનોને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ના 220 kV અંબેઠા ગ્રિડ સબસ્ટેશનમાંથી વીજળીનો પુરવઠો પ્રાપ્ત થશે.

સમગ્ર ઇલેક્ટ્રિકલ નેટવર્કનું સંચાલન અને દેખરેખ કેન્દ્રીયકૃત કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવશે, જેથી કામગીરી સલામત અને વિશ્વસનીય બની રહે.

સુરત–બીલીમોરા સેક્શનમાં બંને સ્ટેશનો વચ્ચે આશરે, 50 કિલોમીટર લાંબો એલિવેટેડ રેલવે માર્ગ છે. આ માર્ગમાં ચાર નદીઓ પરના પુલ તેમજ નેશનલ હાઇવે-53 (NH-53) પરનો એક સ્ટીલ બ્રિજ સામેલ છે.

આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં અવાજની અસર ઘટાડવા માટે વાયડક્ટ પર આશરે 94,000 નોઇઝ બેરિયર્સ (અવાજ અવરોધક દીવાલો) પણ લગાવવામાં આવ્યાં છે.

જાહેર જનતા માટે સલામતીની સૂચના

ઓવરહેડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં વીજળી પ્રવાહિત કરવામાં આવતાં રેલવે માર્ગની આસપાસ રહેતા નાગરિકો, મુસાફરો, બાંધકામ સાથે સંકળાયેલા કામદારો અને જાહેર જનતાને ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.

ઓવરહેડ વીજ ઇન્સ્ટોલેશનની નજીક જવું કે, તેને સ્પર્શ કરવો નહીં. તેમજ આ વીજલાઇનની આસપાસ કોઈપણ પ્રકારનું અનધિકૃત કામ કરવું નહીં.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande