ડિગ્રી અવસર આપશે, ઓળખ તમારી સ્કિલથી થશે: રાજનાથ સિંહ
લખનૌ, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.). રક્ષામંત્રી રાજનાથ સિંહે, રવિવારે બાબુ બરારસી દાસ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા વિદ્યાર્થીઓને કહ્યું કે, જ્યારે તમે નોકરીની દુનિયામાં પગ મૂકશો ત્યારે તમારી ડિગ્રી તમને પહેલો અવસર અપાવશે. ત્યારબાદ
સમારોહને સંબોધિત કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહ


લખનૌ, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.). રક્ષામંત્રી રાજનાથ સિંહે, રવિવારે બાબુ બરારસી દાસ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા વિદ્યાર્થીઓને કહ્યું કે, જ્યારે તમે નોકરીની દુનિયામાં પગ મૂકશો ત્યારે તમારી ડિગ્રી તમને પહેલો અવસર અપાવશે. ત્યારબાદ તમારી ઓળખ તમારી સ્કિલથી થશે, તમારી શીખવાની ક્ષમતાથી બનશે. એટલા માટે પોતાના માટે નવા રસ્તાઓ બનાવવાથી ડરશો નહીં. તે રસ્તાઓ પર એકલા ચાલવાથી પણ ઘબરાશો નહીં.

રાજનાથ સિંહે કહ્યું કે, તમારી ડિગ્રી તમારી ઓળખ નથી. પોતાની રૂચિ અને પોતાની ક્ષમતાને ઓળખો અને તેના આધારે જ પોતાની ઓળખ બનાવો. આજે આ તમામ વિદ્યાર્થીઓ પોતાના જીવનના મહત્વપૂર્ણ પડાવ પર છે. તમારા હાથમાં ડિગ્રી છે. તમારી સામે સંભાવનાઓથી ભરેલી એક નવી દુનિયા છે. મહેનત અને લગનથી જે ઈચ્છો, તે મેળવી શકાય છે.

રક્ષામંત્રીએ કહ્યું કે, અમે મેક ઈન ઈન્ડિયાની શરૂઆત કરી જેથી આપણા યુવાનોને રોજગારના નવા અવસર મળે. અમે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શરૂ કરી, જેથી યુવાનોને મોટી કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળી શકે. અમે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેથી આપણા દેશના યુવાનો સંશોધન કરી શકે. રાજનાથ સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આપણી સરકાર સતત કામ કરી રહી છે. કૌશલ વિકાસનું ઇકોસિસ્ટમ તૈયાર કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / બ્રજનંદન / શિવ સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande