રાષ્ટ્રપતિએ, રાજસ્થાનમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનના કોટા-ઉદયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શંભુપુરા ગામ પાસે શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે 1:00 વાગ્યે થયેલા ગંભીર માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ એક્સ પર
મુર્મુ


નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનના કોટા-ઉદયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શંભુપુરા ગામ પાસે શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે 1:00 વાગ્યે થયેલા ગંભીર માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

રાષ્ટ્રપતિએ એક્સ પર લખ્યું, કોટામાં થયેલી માર્ગ દુર્ઘટનામાં લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી શોક સંવેદના વ્યક્ત કરું છું તેમજ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં મહારાષ્ટ્રના એક જ પરિવારના 9 સભ્યોના જીવ ગયા છે. અકસ્માતમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે, ક્રૂઝર વાહનમાં મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના એક જ પરિવારના 16 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. આ પરિવાર ધાર્મિક સ્થળોના દર્શન માટે મંગળવારે, મહારાષ્ટ્રથી રવાના થયો હતો. શ્રદ્ધાળુઓએ પહેલા મધ્ય પ્રદેશના ઓંકારેશ્વર અને ત્યારબાદ રાજસ્થાનના પુષ્કર તથા ખાટૂશ્યામજીમાં દર્શન કર્યા હતા. શનિવારની રાત્રે બધા લોકો પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande