રિમ્સ જમીન કૌભાંડ કેસમાં એસીબીએ, તત્કાલીન જિલ્લા સબ-રજિસ્ટ્રારના ગોરખપુર સ્થિત આવાસ પર કરી દરોડાની કાર્યવાહી
દરોડામાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત - તપાસ દરમિયાન વૈભવમણિ ત્રિપાઠીની ભૂમિકા તપાસના દાયરામાં આવી રાંચી, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) રાંચી સ્થિત રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (રિમ્સ) જમીન કૌભાંડ કેસમાં એન્ટી
એસીબી


- દરોડામાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત

- તપાસ દરમિયાન વૈભવમણિ ત્રિપાઠીની ભૂમિકા તપાસના દાયરામાં આવી

રાંચી, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) રાંચી સ્થિત રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (રિમ્સ) જમીન કૌભાંડ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ કાર્યવાહી કરતા શનિવારે બિન-પ્રાથમિક આરોપી અને રાંચીના તત્કાલીન જિલ્લા સબ-રજિસ્ટ્રાર વૈભવમણિ ત્રિપાઠીના ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત આવાસ પર, દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન તપાસ ટીમ દ્વારા અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.

રવિવારે એસીબીના અધિકારીઓ તરફથી મળેલી માહિતી મુજબ, જપ્ત કરાયેલી સામગ્રીઓથી કેસની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. તપાસ એજન્સી હવે આ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણોની ચકાસણી કરશે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

રિમ્સની જમીન સાથે જોડાયેલા કૌભાંડના કેસમાં, એસીબી રાંચી પોલીસ સ્ટેશનમાં 5 જાન્યુઆરી, 2026ના રોજ પ્રાથમિકી નોંધવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન તત્કાલીન જિલ્લા સબ-રજિસ્ટ્રાર વૈભવમણિ ત્રિપાઠીની ભૂમિકા તપાસના દાયરામાં આવી હતી. તે આ કેસમાં બિન-પ્રાથમિક આરોપી છે.

આ કેસમાં છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, ખોટા દસ્તાવેજોના ઉપયોગ અને ગુનાહિત મિલિભગત સંબંધિત કલમો હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ તપાસ ચાલુ છે. એસીબી જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણોની તપાસના આધારે કેસમાં આગળની કાર્યવાહી કરશે.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande