
- કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. માંડવિયા અને મુખ્યમંત્રી ડૉ. યાદવ ઉપસ્થિત રહેશે, સમારોહમાં 6 દેશોની મહિલા હૉકી ટીમો કરશે માર્ચ પાસ્ટ
ભોપાલ, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના નાથૂ બરખેડા સ્થિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવ સંકુલના પ્રથમ તબક્કાનો ભવ્ય શુભારંભ આજે સાંજે 6 વાગ્યે થશે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના મુખ્ય આતિથ્યમાં યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
મધ્ય પ્રદેશના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યું કે, સમારોહનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગાયક સુખવિંદર સિંહની સંગીતમય પ્રસ્તુતિ રહેશે. સુખવિંદર સિંહે 'ચક દે ઇન્ડિયા' અને 'જય હો' જેવા લોકપ્રિય ગીતોથી, દેશ-દુનિયામાં પોતાની વિશેષ ઓળખ બનાવી છે. તેમની પ્રસ્તુતિથી સમારોહમાં સંગીત અને રમતગમતનો અનોખો સંગમ જોવા મળશે. કાર્યક્રમ સાંજે 6 વાગ્યાથી પ્રારંભ થશે.
છ દેશોની ટીમો કરશે માર્ચ પાસ્ટ, એશિયન ગેમ્સના પદક વિજેતા ખેલાડીઓનું થશે સન્માન-
મંત્રી સારંગે જણાવ્યું કે શુભારંભ સમારોહમાં મહિલા એશિયન હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનાર તમામ છ દેશોની મહિલા હૉકી ટીમો માર્ચ પાસ્ટ કરશે. આની સાથે જ એશિયન ગેમ્સમાં પદક જીતીને દેશ અને પ્રદેશનું ગૌરવ વધારનાર ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે. આ આયોજનના માધ્યમથી આંતરરાષ્ટ્રીય મહિલા હૉકી ખેલાડીઓનું સ્વાગત કરવાની સાથે ભારતીય રમતગમતની પ્રતિભાઓની ઉપલબ્ધિઓને પણ સન્માનિત કરવામાં આવશે.
સંકુલમાં સજાવાશે સ્પોર્ટ્સ વિલેજ, દેખાશે મધ્ય પ્રદેશની સમૃદ્ધ સંસ્કૃતિ-
મંત્રી સારંગે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય રમતોત્સવ સંકુલમાં મધ્ય પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને સ્થાનિક વિશેષતાઓને પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્યથી સ્પોર્ટ્સ વિલેજ પણ વિકસિત કરવામાં આવશે. આના માધ્યમથી દેશ-વિદેશથી આવનાર ખેલાડીઓ, અધિકારીઓ તેમજ મહેમાનોને મધ્ય પ્રદેશની સંસ્કૃતિ, કલા અને પરંપરાઓથી પરિચિત થવાની તક મળશે. રમતગમત અને સંસ્કૃતિના આ સમન્વયથી આયોજનને વિશેષ ઓળખ મળશે.
ઉલ્લેખનીય છે કે, નાથૂ બરખેડા સ્થિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવ સંકુલમાં 19 થી 28 નવેમ્બર સુધી મહિલા એશિયન હૉકી ચેમ્પિયન્સ ટ્રોફી-2026નું આયોજન ચાલી રહ્યું છે. સ્પર્ધામાં એશિયાની છ શીર્ષ મહિલા હૉકી ટીમો હિસ્સો લઈ રહી છે. મંત્રી સારંગે જણાવ્યું કે, લગભગ 900 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવ સંકુલનું લોકાર્પણ, પ્રદેશમાં વિશ્વસ્તરીય રમતગમત અધોરચનાના વિકાસની દિશામાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ